અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 10નો ભોગ લેનાર નબીરા તથ્ય પટેલનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો છે. અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. રાત્રે જેગુઆર કારમાં અબજોપતિ નબીરા તથ્ય સાથે તેની ત્રણ મહિલા મિત્રો પણ કારમાં સવાર હતી. હાલ આરોપી તથ્ય હોસ્પિટલમાંથી સરખેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલ અને તેના પુત્ર તથ્ય પટેલને જોડે રાખી પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી, જ્યાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના ભયાનક ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાનું નિવેદન : હું સૌની માફી માગું છું
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રજ્ઞેશ પટેલ અને તેના પુત્ર તથ્ય પટેલને ખુલ્લા પગે બ્રિજ પર ચલાવવામાં આવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે પિતા પ્રજ્ઞેશ પટેલ અને પુત્ર તથ્ય પટેલે હાથ જોડી માફી માગી હતી અને ઉઠકબેઠક કરી હતી.