જૂનાગઢમાં આવેલા ભારે વરસાદના પગલે આજે વહીવટી તંત્ર દ્વારા શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ-સફાઈ સહિતની કામગીરી યોજના ધોરણે કરવામાં આવી હતી.જુનાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણા વશિયાના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
જૂનાગઢમાં ભવનાથ,રાયજી બાગ,મોતીબાગ. અને દોલતપરા સહિતના વિસ્તારોમાં સફાઈ કર્મીઓ દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત એનડીઆરએફની બે ટીમ દ્વારા ભવનાથ વિસ્તારમાં સોનરખ નદીમાં લાપતા થયેલ મહિલાની સવારથી શોધખોળ કરવામાં આવી રહી છે.