સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ બોડકદેવમાં આવેલ અમર પાન પાર્લર સીલ
અમદાવાદ
ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચા ની કીટલી, પે૫૨કપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ( કચરાપેટી) ન રાખતા, જાહેર માર્ગો ૫૨ ગંદકી / ન્યુરાા કરતાં ધંધાકીય એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી, સોલીડવેસ્ટ મેનેમજેમન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરતાં એકમો / ઇસમો વિરૂધ્ધ જી.પી.એમ.સી. એકટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત આજ તા.23/૦૭/૨૦૨૩ ના રોજ અત્રેના સો.વે.મે. વિભાગ ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા ઉપરોકત કાર્યવાહીના ભાગ રૂપે કુલ ૪પ જેટલાં એકમો તપાસતાં, આ પ્રકારના કૃત્ય બદલ ૨૯ નોટીસો ઇશ્યુ કરી, ૧૪ કિ.ગ્રા. પ્લસ્ટીકનો જથ્થો જપ્ત કરી, રૂા. ૪૦,૫૫૮ દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ સો.વે.મે.ના નિયમોના ઉલ્લંઘન બદલ બોડકદેવમાં આવેલ અમર પાન પાર્લરને સીલ કરેલ છે.