ગુજરાતની ૬૬% થી વધુ યુનિવર્સિટી અને ૭૮% કોલેજોને નેશનલ એસેસમેન્ટ અને એક્રેડિટેશન કાઉન્સિલની માન્યતા નહિ : પાર્થિવરાજસિંહ

Spread the love

ગુજરાતની ૮૩ પૈકી ૫૫ યુનિવર્સિટીને અને ગુજરાતની ૧૭૬૭ કોલેજોને NAACની માન્યતા નહિ

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ની કથળતી શિક્ષણ વ્યવસ્થા નો ચિતાર લોકસભા માં ૨૪/૭/૨૦૨૩ ના દિવસે મળેલ જવાબ માં પ્રદર્શીત થાય છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ના આદેશ મુજબ દેશ ની દરેક યુનિવર્સિટી અને કોલેજો એ NAAC ની માન્યતા ફરજીયાત હોવા છતાં ગુજરાત ની મોટા ભાગ ની યુનિવર્સિટી અને કોલેજો એ માન્યતા લીધેલ નથી. ગુજરાત રાજ્ય ની ૬૬% વધુ યુનિવર્સિટી એ NAAC ની માન્યતા લીધેલ નથી, જેમાં રાજ્ય ની ૫૫ યુનિવર્સિટી નો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય ની ૭૮% કોલેજો એ NAAC ની માન્યતા લીધેલ નથી. ગુજરાત રાજ્ય ૨૨૬૭ કોલેજો પૈકી ૧૭૬૭ કોલેજો એ NAAC ની માન્યતા લીધેલ નથી.

દેશ અને ગુજરાત ને ગ્લોબલ શિક્ષણ ડેસ્ટિનેશન બનાવવા ના દાવા પોકળ હોય તે આ આંકડા થી પ્રસ્થાપિત થાય છે. NAAC ના મૂલ્યાંકન માં સાત જેટલા મુખ્ય સુચકો નો સમાવેશ થાય છે. યુનિવર્સિટી અને કોલેજો માં માળખાકીય સુવિધાઓ, અભ્યાસક્રમ, શિક્ષણ અને ભણતર નું મૂલ્યાંકન, રિસર્ચ અને ઇનોવેશન, વિદ્યાર્થીઓ ના સપોર્ટ ની વ્યવસ્થા, મેનેજમેન્ટ, સંસ્થા ના મૂલ્યો ના આધારે ૧૦૦૦ ગુણ માં થી મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકન માં અભ્યાસક્રમ ની ડીઝાઈન, પૂરતા અને ગુણવત્તા વાળા અઘ્યાપકો, વિદ્યાર્થીઓ નું પરફોર્મન્સ,રિસર્ચ ને પ્રાધાન્ય, લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓ માટે ની વ્યવસ્થા જેવા મુદ્દાઓ ને આવરી લેવા માં આવે છે. આ મૂલ્યાંકન બાદ યુનિવર્સિટી અને કોલેજો ને A, B, C અને D કેટેગરી માં મૂકવા માં આવે છે.

કેટલીક કોલેજો અને યુનિવર્સિટી ની NAAC મૂલ્યાંકન ની સાઇકલ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ મૂલ્યાંકન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા નથી. ગુજરાત ની યુનિવર્સિટીઓ અને કોલેજો માં પૂરતી માળખાકીય વ્યવસ્થાઓ નો અભાવ, પૂરતા અને યોગ્ય અધ્યાપકોની ઘટ, કથળતું શિક્ષણ જેવા મુદ્દાઓ થી હાટડીઓ બનેલી શૈક્ષણિક સંસ્થાઓ ને નિમ્ન કક્ષા નું મૂલ્યાંકન મળે તેનો ડર સતાવી રહ્યો છે કે શું? તે સવાલ ઊભો થાય છે. ગુજરાત સરકાર જો સાચા અર્થ માં શિક્ષણ ના સુધાર ની દિશા માં વિચારતા હોય તો તાત્કાલિક દરેક યુનિવર્સિટી અને કોલેજો એ NAAC નું ફરિજયાત મૂલ્યાંકન કરાવું જોઈએ. NAAC મૂલ્યાંકન ફરિજયાત થવું જોઇએ તેવી માંગ છે. જો શૈક્ષણિક સંસ્થાઓ મૂલ્યાંકન ના કરાવડાવે તો માન્યતા રદ્દ થાય ત્યાં સુધી ની કાર્યવાહી કરવી જોઈએ. શિક્ષણ માટે ની વ્યવસ્થા માટે સરકાર કારગર પગલાં નથી લઈ રહી તે લોકસભા ના આંકડા સ્પષ્ટ પણે દર્શાવે છે.NAAC એક્રેડિટેશન નહીં મેળવેલ યુનિવર્સિટી ૫૫ અને NAAC એક્રેડિટેશન નહીં મેળવેલ કોલેજો ૧૭૬૭ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com