GMERS ફી અંગે …. ( PDF માટે લિંક પર ક્લિક કરો )
વર્ષ 2009 પહેલા ગુજરાતમાં માત્ર 6 સરકારી મેડિકલ કોલેજ હતી. જેમાં ૯૦૦ બેઠકો ઉપલબ્ધ હતી.
• જેના પરિણામે રાજ્યના વિદ્યાર્થીઓને અન્ય રાજ્ય તેમજ વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે જવું પડતું હતું.
• રાજ્યના વિદ્યાર્થીઓને ઘર આંગણે ગુણવત્તાયુક્તમેડિકલ શિક્ષણ અને સ્થાનિક જનોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે ઉમદા ભાવ સાથે દીર્ધદ્રષ્ટા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ GMERSની સ્થાપના વર્ષ 2009 માં કરવામાં આવી હતી.
• ગોત્રી અને સોલા આમ બે જગ્યાએ 300 બેઠકથી શરૂ થયેલ GMERS આજે 13 જિલ્લામાં કુલ 2100 બેઠકો સાથે કાર્યરત બની છે
• હાલ 2100 બેઠકો પૈકી 1785 જેટલી બેઠકો સરકારી ક્વોટા હેઠળ જ્યારે 315 જેટલી NRI બેઠકો છે.
• હાલ GMERS ની વિવિધ કોલેજમાં અભ્યાસ કરી રહેલા કુલ ₹ 2100 વિદ્યાર્થીઓ પૈકી 1439 જેટલા વિદ્યાર્થીઓને MYSY(મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના), કન્યા કેળવણી સ્કોલરશીપ, ફ્રી શીપ કાર્ડ યોજના, CMSS (મુખ્યમંત્રી સ્કોલરશીપ સ્કીમ) હેઠળ નાણાકીય સહાયનો લાભ મળી રહ્યો છે.
• બાકીના 346 જેટલા વિદ્યાર્થીઓ કે જેમના વાલીની આવક મર્યાદા કરતા વધુ હોવાથી આ યોજનાના લાભ હેઠળ નથી આવતા તેમને જ આ ફી વધારો લાગુ પડશે.
• રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન સમયમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે ફક્ત આ 16% જેટલા વિદ્યાર્થીઓને જ અસર કરશે.
• આવા વિદ્યાર્થીઓ માટે પણ પ્રવેશ પ્રક્રિયા વખતે બેંક લોનની વ્યવસ્થા કરવામાં આવે છે.
• જેમાં વિદ્યાર્થીઓનું બેંક સાથે સંકલન કરાવીને સરળતાથી લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે
• 4.5 વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીને એક વર્ષ સુધી પ્રતિ માસ 18000 નું સ્ટાઈપેન્ડ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
• વધુમાં GMERS સંસ્થા ખાતે વિદ્યાર્થી જુનીયર રેસીડેન્શીપમાં જોડાય ત્યારે 84 હજારનું વેતન પણ આપવામાં આવે છે.
• જેનાથી બેંક લોન ચૂકવવામાં સરળતા રહે.
• રાજ્યની SFI અને કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજની ફી વ્યવસ્થા પર એક નજર નાખીએ તો અન્ય કોલેજમાં 2018 થી જ 5.5 લાખ અને તેનાથી વધારાની ફી લેવામાં આવે છે .હાલની સ્થિતિએ આ કોલેજોમાં મેડિકલ અભ્યાસ માટે રૂ. 5.93 લાખ થી રૂ. 8.65 લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે.
• જ્યારે આપણે પાંચ વર્ષ બાદ 2023 માં 5.5 લાખ ફી નક્કી કરી છે
• આ ફી વધારાથી GMERSની ફી ની આવકમાં માત્ર ₹59 કરોડની વધારાની આવક થશે.
• જેની સામે સરકાર 2010-11 થી 2023 માં કોલેજ અને હોસ્પિટલના સંચાલન માટે અંદાજિત રૂપિયા 85૦૦ કરોડની રકમની ફાળવણી કરી ચૂકી છે.
• જેની સામે અત્યારસુધીમાં GMERSને ટ્યુશન ફી માંથી ફક્ત રૂપિયા 1946 કરોડની જ આવક થઇ છે.
• આમ, આજે પણ સરકાર GMERS ના કુલ ખર્ચના 80 ટકા રકમનો બોજો ઉપાડી રહી છે.
• ક્રમશઃ આ કોલેજોને સ્વનિર્ભર બનાવવાની દિશામાં સરકારે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે.આ ફી વધારાથી રાજ્યના કોઈપણ વાલી કે વિદ્યાર્થી ઉપર આર્થિક બોજો નાખવાનો સરકારનો ઉદ્દેશ નથી.