રાજ્યસભાની ચૂંટણીને લઈને મતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામા બાદ ફરી ચૂંટણી હવે ભાજપમાંથી લડશે તેવી હવા પ્રસ્થાપિત થતાં પૂર્વ ધારાસભ્ય એવા કાંતિ અમૃતિયાના કાર્યકરો પુનઃ સક્રિય થઈને ઘણી જગ્યાએ બેનરો મારી દીધા છે. તેમાં લખ્યું છે કે, કહો દિલ સે કાંતિ ફિરસે, ત્યારે ભાજપમાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે વર્ષોથી ચૂંટાતા કાંતિ અમૃતિયા આ વખતે પાટીદાર આંદોલનના કારણે થોડા મતોથી હાર્યા હતા બાકી મોરબી ખાતે કાંતિ અમૃતભાઈની પક્કડ આજે પણ મજબૂત છે.