હાથ ઉપર નવ પ્રકારના મંત્ર કહેવાય,છે કે નવડી ભલભલાને કરી દે સવળી, આજની પેઢીને ભગવાન, દવાખાનું, સ્મશાન, દુઃખ તકલીફ કશું જોયું નથી, ત્યારે ૨૦૦૦ની સાલથી નીચે જન્મેલા અનેક લોકોએ જીવન જીવવા અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે, ત્યારે ભગવાનથી લઈને સ્મશાન દવાખાના સુધીની સફર ખેડેલી છે, ત્યારે તસવીરમાં ૯ મંત્રોથી લઈને ભગવાનના ફોટા સાથે કોતરાયેલ આ યુવાન અનેક સંદેશો આજની પેઢીને આપી રહ્યો છે, ગમે તે કહો કુદરત એ કુદરત, કુદરતથી વિશેષ કોઈ મોટી વસ્તુ નથી, આજે માનવ જાતની શરીરની આખી ઝેરોક્ષ નીકળી જાય, લોહી ક્યાંથી બને છે તે કોઈ શોધ શક્યું નથી, ગમે તેવા પુલોથી લઈને ભૂકંપ પ્રુફ મકાનો બનાવીએ પણ કુદરતનો વાયરો વાય એટલે એ ભલભલાને હલાવી દે ત્યારે ગમે તેવા વૈજ્ઞાનિકો બનીને શોધ કરીએ પણ કુદરત થી મોટું કોઈ છે જ નહી, ત્યારે હાથમાં ચીતરાયેલા આ યુવાન અનેક ઘણા સંદેશ આપી રહ્યો છે, બાકી હવે આ ચિત્રામણ કાઢવું હોય તો નીકળે ખરું? હવે લાકડે જ જાય ત્યારે સારા સંદેશા સાથે અને સાચી ભાવનાથી લોક જાગૃતિ જેવું કહી શકાય તેમ અનેક ઘણા લોકો હાથે ચિતરામણ નું પૂછે છે, ત્યારે ભગવાનની વાત થાય છે ચાલો આ યુવાનને રોજ દસ માણસો પૂછતા હોય તો ૧૦ ભગવાનનું નામ તો લેશે, બાકી આજે ભગવાનને પણ લોકો ભૂલી ગયા છે, ત્યારે શરીરથી લઈને જે પણ દેન છે, તે કુદરતની દેન છે, જૂની પેઢીમાં આ દેખાતું, હવે વર્ષો વીતી ગયા બાદ જોવા મળતા જુની યાદો ગામડાની તાજી થઈ જાય,..