GJ-૧૮ ખાતેના ફાયર સ્ટેશન જાેવા જઈએ તો આગ ઓલવવા માટેનું જ છે ,બાકી કોઈને તરતા આવડતું નથી, ત્યારે કમિટીમાં પણ જે માણસો છે, તે ફાયર વિભાગના, ત્યારે આની કમિટી નવી બનાવીને મેયર ,ચેરમેન, ડેપ્યુટી મેયર થી લઈને બે નગર સેવકોને પણ મૂકવામાં આવે, તરતા જ આવડતું ન હોય તો GJ-૧૮ ખાતે ખૂબ વરસાદ પડે તો પ્રજા રામ ભરોસે જેવો ઘાટ સર્જાય, ત્યારે ભલે તરણ સ્પર્ધામાં પાંચ મીનીટના સમયમાં ૪૭ કર્મચારી પાસ થયા ,જ્યારે ત્રણ ગેરહાજર અને પાંચ કર્મચારીઓએ સ્વિમિંગ પૂલની પાળી પકડી લીધી, ત્યારે હવે તરણ સ્પર્ધા નર્મદા કેનાલની યોજાે ,નર્મદા કેનાલમાં તરવૈયા કેવા કરી શકે છે, તે હાલ પ્રશ્નાર્થ છે કારણ કે આજ દિન સુધી ૯૦% કિસ્સામાં જે લોકો નર્મદા કેનાલમાં પડ્યા છે, તેમાં સૌથી વધારે ડેડબોડી બહીયલના તરવૈયાઓ એ કાઢી છે, જેના દાખલા એક નહીં અનેક ગણા છે, કેનાલમાં કોઈએ ઝંપલાવ્યું હોય તો ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવે અને ફાયર બ્રિગેડ ફક્ત બોટ લઈને સહેલગાહે નીકળ્યા હોય તેમ આંટા મારે, પાંચ થી છ કલાક આંટા માર્યા બાદ કહે કે કેનાલમાં પડનાર આગળ નીકળી ગયું છે ,હવે તમારે તરવૈયાઓને બોલાવવા પડશે ત્યારે, બહીયલના તરવૈયાઓ ના નંબરો સેટિંગ ડોટ કોમ સાથે આપવામાં આવે છે અને ખાસ જેટલી દીવાલો કેનાલના બ્રિજ છે, ત્યાં તરવૈયાઓ ના નંબરો મોબાઈલ ના લખેલા હોય છે, તો પછી તગડા પગારો ફક્ત આગ ઓલાવવાના અને કેનાલમાંથી બોડી ફાયર બ્રિગેડ નહીં પણ ફક્ત અને ફક્ત બહીયલના તરવૈયાઓ જ કાઢે છે. ત્યારે આ વિષય ઉપર ગંભીર ચર્ચા હવે શહેરમાં ચાલી છે. બાકી સ્વિમિંગ પુલમાં ભલે પાંચ મિનિટમાં રેસ પાર કરી, નર્મદા કેનાલમાં પાર કેટલા કરે તે જાેવાનું છે?