1 ઑગસ્ટથી 300 દવાઓ પર QR કોડ લગાવવાનો આદેશ, ખબર પડશે “અસલી” છે કે “નકલી”

Spread the love

હવે સામાન્ય જનતા કે જેમને દવાઓનાં ઘટકો પરથી દવાઓ અસલી છે કે નકલી એ ખબર નથી પડતી તેમનાં માટે ભારતનાં ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઑફ ઈન્ડિયા એટલે કે DGCI સારી સુવિધા લઈને આવ્યું છે. ફાર્મા કંપનીઓ માટે દવાઓ પર QR Code લગાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ બારકોડને સ્કેન કરીને કોઈપણ વ્યક્તિ જાણી શકશે કે આ દવાઓ અસલી છે કે નકલી. 1 ઑગસ્ટથી 300 દવાઓ પર QR કોડ લગાવવાનો આદેશ સરકાર દ્વારા તમામ ફાર્મા કંપનીઓને આપવામાં આવ્યો છે જેના લીધે નકલી દવાઓનાં વેંચાણ પર રોક લગાવી શકાય અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાને પણ અટકાવી શકાય.
સરકારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940માં રિસર્ચ કરતાં ફાર્મા કંપનીઓને પોતાની બ્રાંડ પર h2/QR લગાવવાનું ફરજિયાત કરી દીધું છે. DGCIએ ફાર્મા કંપનીઓને આદેશ આપ્યાં છે કે તેઓ પોતાની દવાઓ પર બારકોડ લગાવે. સરકારે નકલી દવાઓને બજારમાંથી દૂર કરવાનો નિર્ણય કરી લીધો છે. 2022માં જ સરકારે આ પ્રકારની નોટિફિકેશન જારી કરીને ફાર્મા કંપનીઓને આદેશ આપ્યાં હતાં પરંતુ આ વખતે આ નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
આ QR કોડને સ્કેન કરીને જે દવાઓ વિશે તમામ માહિતી મળી શકશે તેમાં એલિગ્રા, શેલકેલ, કાલ્પોલ, ડોલો અને મેફ્ટેલ શામેલ છે. સરકારનો આ આદેશ ન માનવા પર ફાર્મા કંપનીઓને મોટો દંડ થઈ શકે છે. દવાઓ પર લાગેલા આ QR કોડની મદદથી લોકો દવા સંબંધિતતમામ જાણકારીઓ જેવી કે દવાનું સાચું અને જેનરિક નામ, બ્રાંડનું નામ, મેન્યુફ્રેક્ચરરની જાણકારી, મેન્યુફ્રેક્ચરિંગની તારીખ, એક્સપાયરી ડિટેલ અને લાયસેંસ નંબર વગેરે મળી જશે.
હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કહ્યું હતું કે નકલી દવાઓને લઈને સરકાર કડક પગલાઓ લઈ રહી છે. નકલી દવાઓને લઈને સરકાર ઝીરો ટોલેરેન્સ પોલિસીનું પાલન કરી રહી છે. આ બારકોડ સિસ્ટમ લગાવ્યાં બાદ લોકોને નકલી દવાઓથી થતાં નુક્સાનથી બચાવી શકાશે. આ સાથે નકલી દવાઓને લીધે અર્થવ્યવસ્થામાં થઈ રહેલા નુક્સાનને પણ રોકી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com