“સત્યમેવ જયતે”રાહુલ ગાંધીની સજા પર સ્ટે લગાવવાનો નામદાર સુપ્રિમ કોર્ટેનો આદેશ

Spread the love

સત્યને પરેશાન કરી શકાય પરંતુ પરાજીત ન કરી શકાય. રાહુલ ગાંધીજીને ખોટા કેસમાં ખૂબ પરેશાન કરવામાં આવ્યા પરંતુ આખરે નામદાર સુપ્રિમ કોર્ટમાંથી એમને ન્યાય મળ્યો : શક્તિસિંહ

અમદાવાદ

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા આદરણીય રાહુલ ગાંધીજીની સજા પર સ્ટે લગાવવાનો નામદાર સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે ત્યારે નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાને આવકારતા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ખૂબ ખુશીની વાત છે કે રાહુલ ગાંધીજીને નામદાર સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ રાહત આપી છે. આપણે ત્યાં કહેવાય છે કે “સત્યમેવ જયતે”. આપણે ત્યાં એવુંય કહેવાય છે કે સત્યને પરેશાન કરી શકાય પરંતુ પરાજીત ન કરી શકાય. રાહુલ ગાંધીજીને ખોટા કેસમાં ખૂબ પરેશાન કરવામાં આવ્યા પરંતુ આખરે નામદાર સુપ્રિમ કોર્ટમાંથી એમને ન્યાય મળ્યો. નામદાર સુપ્રિમ કોર્ટે આજે રાહુલ ગાંધીજીને મોટી રાહત આપી છે એટલું જ નહીં આપણા ગુજરાત માટે કેટલીક દીવાદાંડી કે લાલ લાઈટ કહી શકાય તેવી સ્થિતિનું પણ દર્શન કરાવ્યું છે. નામદાર સુપ્રિમ કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીજીના કેસમાં સુરતની ટ્રાયલ કોર્ટે મેક્સ ટુ મેક્સ પનિશમેન્ટ કરી હતી, જે અયોગ્ય હતી. રાહુલ ગાંધીજીના કેસમાં નોન-કોગ્નીઝેબલ ગુનો હતો, જામીન પાત્ર ગુનો હતો, સમાધાનલાયક ગુનો હતો, તેમાં સુરતની ટ્રાયલ કોર્ટે મેક્સ ટુ મેક્સ એટલે કે પૂરેપૂરી બે વર્ષની સજા ફટકારી છે ત્યારે તેમાં વિસ્તૃત કારણો વગર પૂરેપૂરી સજા ન કરી શકાય તેવો સિદ્ધાંત છે તેનું પાલન કરવાનું કે તેના વિશે ધ્યાન આપવાનું સેશન્સ કોર્ટ અને ગુજરાતની હાઈકોર્ટ બંને અપીલ કોર્ટો ચુકી છે તેમ પણ નામદાર સુપ્રિમ કોર્ટે કહ્યું હતું.

રાહુલ ગાંધીજીને ખૂબ પરેશાન થવું પડ્યું છે પરંતુ તેઓ પરાજીત થયા નહીં, ડર્યા નહીં, ગભરાયા નહીં, સત્ય માટે લડતા રહ્યા અને આખરે સત્યનો વિજય થયો છે તેનો વિશેષ આનંદ છે. આવતા દિવસોમાં પણ ન્યાયના મંદિરોમાં સરકાર કોઈ પણ હોય પરંતુ બિનપક્ષપાતી ન્યાય થતો રહેશે તેવી આશા શ્રી શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com