પાકિસ્તાન પછી હવે ચીન પણ માથું ભારત સામે ઊચકતું થયું છે, ત્યારે જે હમણાં અથડામણ થઈ તેના કારણે તણાવ પણ વધ્યો છે. ત્યારે ભારત અને ચીન વચ્ચે વધતાં તણાવ વચ્ચે મોદી સરકારે સેનાને મહત્વના આદેશ આપ્યા છે. મોદી સરકારે ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ચીનને છૂટો દોર આપ્યો છે. ભારતીય સેના કોઇપણ નિર્ણય લેવા માટે હવે સ્વતંત્ર છે. જે રીતે ચીનની પેતરાબાજી સામે આવી રહી છે તે જોતાં મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
ચીન (China) જો એમ વિચારી રહ્યું હોય કે તે લદાખમાં હિંસક અથડામણ કરશે, LAC બદલવાનો પ્રયાસ કરશે અને ભારત (India) કંઇ નહી કરી શકે તો ચીન તે ભૂલી ગયુ છે કે આ 1962નું ભારત નથી. આ 2020નું નવુ ભારત છે, જે દરેક વાર પર જબરદસ્ત વળતોપ્રહાર કરે છે. ન્યૂ ઇન્ડિયાનો સંકલ્પ છે કે જો છેડશો તો છોડીશુ નહી. ડોકલામથી લઇને ગલવાન ઘાટી સુધી ચીનને તેનો પુરાવો મળી ચુક્યો છે.
ભારત અને ચીનના લશ્કર વચ્ચે પૂર્વ લદ્દાખમાં છેલ્લા દોઢેક મહિનાથી ઘર્ષણ ચાલી રહ્યું છે. આ દરમિયાન બંને દેશના અધિકારીઓ શાંતિ સ્થાપિત કરવા તથા સમર્પણ જાહેર કરતા રહ્યા પરંતુ ચીન પોતાના ઇરાદાઓ છુપાવતું ન હતું. ચીની મીડિયા સરહદ પર યુદ્ધ માટેની સમીક્ષાની તસવીરો શેર કરી રહ્યું હતું. આ ફોટો દ્વારા ચીન જે સંકેત આપી રહ્યું હતું. લશ્કર હટાવી દેવાની સહમતિ સધાયા બાદ પણ ચીને આખરે તો હુમલો જ કર્યો. પહેલાં તો સેન્ય હટાવી લેવાનું વચન આપ્યું અને પાછળથી હુમલો કરી દીધો.
15મી જૂને થયેલી હિંસક અથડામણમાં ભારતે પોતાના 20 જવાન ગુમાવ્યા હતા. ભારત તરફથી કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ ચીન તરફથી લશ્કર હટે તે માટે વાતચીત કરી રહ્યા હતા. આ અથડામણના એક કલાક અગાઉ જ તેઓ ચીની લશ્કર સાથે વાતચીત કરી રહ્યા હતા. સોમવારે સવારે થયેલી વાતચીતમાં એમ નક્કી થયું હતું કે ચીની લશ્કર ભારતીય સરહદમાંથી ખસી જશે.
કમાન્ડિંગ ઓફિસર સગભગ 50 સૈનિકોને સાથે લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવા ગયા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે વચન મુજબ ચીની સૈનિકો પાછા ગયા છે કે નહીં પરંતુ ચીને ફરી એક વાર દગો કર્યો. ભારતીય લશ્કર વાસ્તવિક અંકુશ રેખાની આ તરફ ચીને બનાવેલા અવરોધો દૂર કરી રહી હતી એટલામાં જ ચીની લશ્કર આવી પહોંચ્યું હતું. લગભગ 250 જેટલા સૈનિકો પેટ્રોલ પોઇન્ટ પર એકત્રિત થઈ ગયા હતા.તેમણે ભારતના જવાનોને ભારતની જ સરહદમાં પ્રવેશતા રોક્યા. તેમણે કાંટાળા દંડા લઈને પણ હુમલો કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક અંકુશ રેખા (LAC) પર હિંસા અને મોતના સમાચાર અંગે ચિંતા વ્યક્ત કરી છે અને બંને પક્ષોને સંયમ દાખવવા અનુરોધ કર્યો છે. તેમના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.
ભારતીય લશ્કરના એક નિવેદન મુજબ પૂર્વ લદ્દાખ ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા છે. આમ થતાં અગાઉથી જ જારી ગતિરોધની આ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા એરી કેનેકોએ જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક અંકુશ રેખા પર ચાલી રહેલી હિંસા અંગે અમે ચિતા વ્યક્ત કરીએ છીએ. બંને દેશો આ મામલે સંયમ દાખવે તેવો અમારો અનુરોધ છે. લદ્દાખ ઘાટીમાં ભારતીય સૈનિકોની શહીદી બાદ તેમણે આ ચિંતા વ્યક્ત કરી હતી.