અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચએ અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર ચિરાગ ગોસાઇ નાઓની સૂચના તથા માર્ગદર્શન આધારે હે.કો. જયેશકુમાર નારણભાઇને મળેલ બાતમી હકિકત આધારે અમદાવાદ શહેર,નાના ચિલોડા, નરોડા, શીખર એવન્યુ આગળ જાહેરમાંથી આરોપીઓ (૧) કાઝીમઅલી ઉર્ફે વસીમ સ/ઓ યુનુસઅલી ઉર્ફે સૈયદસાબ સૈયદ ઉ.વ.૩૧ ધંધો.નોકરી, રહે. મ.નં.૧૨૩, હાજીજમાલનગર સોસાયટી સરખેજ રોડ મકરબા રોડ સરખેજ અમદાવાદ શહેર તથા (૨) સબ્બીરમીંયા ઉર્ફે જગ્ગો સાઓ જહૂરમીંયા શેખ ઉ.વ.૩૧ ધંધો.મજુરી રહે, તવકલ સોસાયટી જાગૃતિ સ્કુલની બાજુમાં સરખેજ ત્રણ રસ્તા સરખેજ અમદાવાદ શહેર તથા (૩) નઇમુદ્દિન સ/ઓ અલીમુદ્દિન સૈયદ ઉ.વ.૪૦ ધંધો-રિક્ષા ડ્રાઇવિંગ રહે. મ.ન.૯૩,માધુભાઇ કમ્પાઉન્ડ, મીટરગેજ રોડ, ગોમતીપુર, અમદાવાદ શહેર તથા (૪) વિશાખા ઉર્ફે રીવોલ્વર રાની ડોઓ માંગીલાલ મેઘવાલ ઉ.વ.૩૧ ધંધો નોકરી રહે, મ.નં.૨૮૩/૧૯૩, આમ્રપાલી નાગેશ્વર સોસાયટી સુંદરમ કોમ્પલેક્ષ પાછળ ભુત બંગલા પાસે કાળીગામ અમદાવાદ શહેર નાઓના કબ્જામાંથી વગરપાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો કુલ્લે જથ્થો 31 ગ્રામ 640 મિલીગ્રામ જેની કુલ્લે કિ.રૂ.3,16,400/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.4,42,300/- ની સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય સદરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી.પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૧૧૧૯૧૦૧૧૨૩૦૨૧૭/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ તા.૦૮/૦૮/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ.શ્રી ઝેડ.એસ.શેખ નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) પો.ઇન્સ.શ્રી ચિરાગ ગોસાઇ
(૨) મ.સ.ઇ પરેશભાઇ લલ્લુભાઇ
(3) હે.કો. જયેશકુમાર નારણભાઇ (બાતમી તથા ફરીયાદી)
(૪) HC પ્રધ્યુમનસિંહ છત્રસિંહ
(૫) હે.કો. કલ્પેશભાઇ રણછોડભાઇ
(૬) પો.કો.પરેશ વાલજીભાઇ
(૭) પો.કો. હરપાલસિંહ વિક્રમસિંહ
(૮) વુ.મ.સ.ઇ હિરલબેન નારયણભાઇ
(૯) હે.કો ચતુરભાઇ કચરાભાઇ
(૧૦) પો.કો રસીકભાઇ કોદરભાઇ