અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશનર . એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ તથા જે.વી.રાઠોડ, પોલીસ ઇન્સ્પેકટરના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે મ.સ.ઇ. અનોપસિંહ ચંદુભા નાઓની ટીમ અમદાવાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે રામોલ પોલીસ સ્ટેશનમાં ધી ઇ.પી.કો. કલમ-324, 323, 294(ખ), 506(2), 114 તથા જી.પી. એક્ટકલમ-135(1) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી શહેજાદ ઉર્ફે ભાયા ઉર્ફે બીસમીલ્લા સઇદમીયા સૈયદ ઉ.વ.૩૩ ધંધો-ડ્રાઇવિંગ રહે. ૨૬૧,મદનીનગર,રામોલ, અમદાવાદ શહેર. નાને તા.૦૮/૦૮/૨૦૨૩ ના કલાક ૧૬/૪૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ- ૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
(૧) પો.ઇન્સ. શ્રી જે.વી.રાઠોડ (માર્ગદર્શન)
(૨) પો.સ.ઇ. શ્રી એમ.બી.ચાવડા
(૩) મ.સ.ઇ. અનોપસિંહ ચંદુભા
(૪) હે.કો. હરપાલસિંહ પવનસંગ (બાતમી)
(૫) હે.કો. રાજેન્દ્રસિંહ ફતેસિંહ
(૬) પો.કો. જયરાજસિંહ વિક્રમસિંહ (બાતમી)