GJ-18 શહેરમાં દબાણ શાખાની ભારે ભેદભાવ ભરી નીતિ છે, દબાણો હટાવવાના પણ લારી- ગલ્લા , ઝૂંપડા અને કાચા દબાણો ,ત્યારે પાકા દબાણો ઉપર કયારે બુલડોઝર ફેરવશો? સરકારે એક બાજુ શ્રમજીવી ગલ્લા ધારકોને રોજગારી મળે તે હેતુસર અનેક યોજનાઓ લાવી છે ,ત્યારે સ્ટ્રીટ વેન્ડર પોલીસમાં દબાણકારો ના દબાણો હટાવીને શ્રમજીવી થી લઈને લારીગલ્લાઓ ની લારીઓ દબાણમાં લઈ જતા લારીઓ પણ તૂટી જાય છે, ત્યારે સેક્ટર 11 ખાતે આવેલ કોમર્શિયલ વિસ્તાર એવા મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ,સુમન ટાવરથી લઈને અનેક બિલ્ડિંગોમાં બિલ્ડરો દ્વારા ભોયરાના પાર્કિંગને બંધ કરીને ખંભાતી તાળા લગાવી દીધા છે, પાર્કિંગ નો પ્રશ્ન વિકટ બની રહ્યો છે ,સેક્ટર 11 ખાતે લારી ગલ્લા ધારકો ઉભા રહેતા હતા, ત્યારે દબાણો લાવીને દબાણ તમામ હટાવી દીધું, તો પણ ટ્રાફિક સમસ્યા વકરેલી છે ,ત્યારે સેક્ટર 11 ખાતે આવેલી કોમર્શિયલ બિલ્ડીંગોમાં બિલ્ડરો દ્વારા પાર્કિંગના ભોયરાને તાળું મારી દીધેલું છે ,તે હવે ખોલાવો…
સેક્ટર 11 ખાતે દબાણો તમામ હટાવ્યા બાદ પાર્કિંગ વ્યવસ્થામાં જે ભોયરા પાર્કિંગ માટે બનાવ્યા છે, તે ખોલાવો અથવા ના ખૂલે તો પાજીની જેમ મેયર શ્રી દબંગગીરી કરીને હથોડો લઈને તોડાવો.
બોક્સ :-
ભીડવાડવાળો Gj- 18 નો સૌથી મોટો કોમર્શિયલ વિસ્તાર એટલે સેક્ટર- 11 કહી શકાય ,સેક્ટર -11 નો વિકાસ જો થયો હોય તે “કબાડી ગ્રુપને” આભારી છે ,ત્યારે સેક્ટર 11 નો વિકાસ બે વર્ષમાં ધમાકેદાર થયો છે અને ઓફિસ ભાડેથી લઈને તમામમાં તેજી આવી છે.પાર્કિંગ અને ગીચતા સેક્ટર 11 ના પેટ્રોલ પંપ પાસે આવેલી મેઘ મલ્હાર, સુમન ટાવરમાં જોઈ શકાય છે ,જેથી ભોયરાના પાર્કિંગના તાળા તોડો અથવા ખોલાવો.