ગુજરાતનું કહેવાતું Gj- 18 મહાનગરપાલિકા બન્યા બાદ હમણાં ઘણા જ ગામડાઓનો સમાવેશ મનપવામાં કરવામાં આવતા અનેક ગ્રામજનો પરેશાન થઈ ગયા છે ,ત્યારે કોલવાડા ,પાલજ, રાંધેજા જેવા ગામોમાં ગામડાના કાચા ,પાકા મકાનોમાં જિંદગીમાં ક્યારેય આટલો મોટો ટેક્સના આવ્યો હોય ,તેવા ફર ફરિયા મનપાએ ચકાસણી કર્યા વગર મોકલી દેતા અનેક ફરિયાદો ઉઠવા પામી છે.
મનપા જોવા જઈએ તો નામ બડે દર્શન ખોટે ,તેમ ગ્રામ્ય વિસ્તારોની હાલત જોવા જઈએ તો કફોડી છે્, ત્યારે ચકાસણી કર્યા વગર દેઠોક ગફા ગફ બીલો લોકોને મોકલી દેતા અને જે જગ્યા કરતાં પણ બિલોની રકમ વધારે અને માપણી કરવામાં આવે તો ચકાસ્યા વગર બીલો મોકલી દીધા હોવાની વિગતો સાપડી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા જઈએ તો ટેક્સનું ભરણ જે આવ્યું છે ,તેમાં સૌથી પહેલા ઉઘરાણી મોટી સંસ્થાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ટેક્સ ભર્યા નથી, ત્યારે લોકોનું કહેવું છે કે જે ટેક્સનું માળખું છે, તેટલી જગ્યા ન હોવા છતાં બીલો મસ મોટા મોકલી દેતા ગ્રામજનોમાં પણ ટેક્સ ભરવા બાબતે રોષ જોવાઈ રહ્યો છે,
બોક્સ :-
કોલવડા, પાલજ ,રાંધેજા જેવા અનેક ગામોમાં ટેક્સના બીલો વધુ રકમ ઉધારી હોય એને ચકાસણી કર્યા વગર ફરફરીયા મોકલાવી દેતા અનેક લોકો ટેક્સ ભરવાથી અળગા રહ્યા છે, ફરિયાદ કરવા છતાં અત્યારે ટેક્સ ભરી દો પછી જોઈએ લેશું કહીને તિજોરી ભરવાના નુસખા ચાલી રહ્યા છે.