કોરોના વાયરસના પગલે અન્ય રાજ્યોમાં કેસોનો સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે 15 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વડાપ્રધાને કરેલી ચર્ચા મુજબ ડે.મુખ્યમંત્રી નિતિન પટેલને આ બાબતે પૂછતાં તેમણે ફોડ પાડ્યો હતો કે લોકડાઉન ગુજરાતમાં આવી શકે તેમાં તથ્ય નથી, વેપાર ધંધા ચાલુ રહેશે, સરકારની આર્થિક પ્રવુતિઓને વેગ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાથી બચવાનું અને રોજગાર ચાલુ રાખવાના છે. તેમ જણાવ્યુ હતું.