ગાંધીનગરના ડભોડાનાં આધેડને રસ્તામાં આંતરીને તું આવતા જતા અમારી સામે કેમ જુએ છે કહી બે શખ્સોએ પકડી પકડી રાખ્યો હતો. જ્યારે એક મહિલા આધેડની છાતીના ભાગે છરી ભોંકી દીધી હતી. આ હૂમલા ગંભીર રીતે ઘાયલ આધેડને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ડભોડા પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગાંધીનગરના ડભોડા ગામના લાખાભાનો વાસમાં રહેતાં અમરસિંહ હોથાજી પરમારે (ઠાકોર) ફરિયાદ નોંધાવી છે કે, તેમના નાના ભાઈ ગોગાજીની પત્ની સીતાબેન આશરે પાંચેક વર્ષ અગાઉ મરણ ગયેલ છે. જેની ત્રણેય દીકરીઓનાં લગ્ન થઈ ગયા છે. જ્યારે ગોગાજી અલગ રહી કડિયા કામ કરે છે.
ગઈકાલે સાંજના સાતેક વાગે કુટુંબી ભત્રીજાએ ઘરે આવીને કહ્યું હતું કે ગુગાકાકાને કોઈએ ચપ્પુ મારેલ છે. અને તે ઓ નદીના ગરનાળાએ પડ્યા છે. આ સાંભળી અમરસિંહ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં લોકોની ભીડ એકઠી થયેલી હતી. અને ગુગાજીને છાતીમાં જમણી બાજુના ભાગેથી પુષ્કળ લોહી નીકળતું હતું. આ બાબતે પૂછતાં ગુગાજીએ કહેલું કે, પોતે જેકાના વડે હાજર હતો. તે વખતે વડોદરા ગામના રીટાબેન બુધાજી ઠાકોર તેના હાથમાં ચપ્પુ લઇ તથા કોકીલાબેન ચંદ્રેશભાઇ ઠાકોર તથા શૈલેશજી મફાજી ઠાકોર હાથમાં લાકડીઓ લઇને આવ્યા હતા.
બાદમાં રીટાબેને તું આવતા જતા અમારી સામે કેમ જુએ છે તેમ કહી જેમફાવે તેમ ગાળો બોલી આજે તો તને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. અને કોકિલાબેન અને શૈલેષજીએ તેને પકડી પાડતાં રીટાબેને તેના હાથમાનું ચપ્પુ છાતીમાં માર્યું હતું. તેમજ કોકીલાબેન અને શૈલેષજી લાકડીથી માર મારવા લાગ્યા હતા. આ અંગે ડભોડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે.