SRP જવાનના મોત મામલે સાંજ સુધીમાં હત્યાની ફરિયાદ નોંધી સમગ્ર કેસ અંગે ગૃહસચિવને જાણ કરો : હાઇકોર્ટ

Spread the love

જૂનાગઢમાં પોલીસ ડ્રાઇવરના રહસ્યમય મૃત્યુ કેસમાં હાઇકોર્ટે પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી વેધક સવાલો કર્યા છે. SRP જવાનના રહસ્યમય મોતના 5 મહિના બાદ પણ ફરિયાદ ન નોંધાતા હાઇકોર્ટે આજે જૂનાગઢના તત્કાલિન એસપી રવિ તેજા અને એ ડિવિઝનનના પોલીસ ઇન્સ્પેક્ટરને વેધક સવાલો કર્યા હતા.


હાઇકોર્ટે બંન્ને પોલીસ અધિકારીઓને સવાલ કરતાં કહ્યું કે, માર્ચથી અત્યાર સુધીમાં શું તપાસ કરી તે અંગે રિપોર્ટ માગ્યો તેમજ હાઇકોર્ટે સાંજ સુધીમાં હત્યાની ફરિયાદ નોંધી સમગ્ર કેસ અંગે ગૃહસચિવને જાણ કરવા પણ હુકમ કર્યો છે. હાઇકોર્ટે સમગ્ર કેસમાં તત્કાલિન એસપી રવિ તેજાને સવાલ કર્યો કે હત્યા બાદ એસપી તરીકે શું તેમણે મૃતકના શરીર પર ઇજાના નિશાન જોયા હતા? શું પોલીસ જવાન ડ્રાઇવર છે તો તેમના મોતને ગંભીરતાથી નહીં લેવાનું?

હાઈકોર્ટે કહ્યું હતું કે, માર્ચથી લઈ અત્યાર સુધીમાં તમે શું કર્યુ તેમજ શું તમે SP તરીકે ફોટોગ્રાફ્સ જોયા છે ?. કોર્ટે PIને સવાલ કર્યો હતો કે, તમે અત્યાર સુધીમાં શું કર્યુ. કોર્ટે કહ્યું હતું કે, બંન્ને અધિકારીઓએ ગંભીર ગુનામાં બેદરકારી દર્શાવી છે જે અંગે ગૃહ સચિવને આ અંગે જાણ કરો. હાલ તિરસ્કારનો કેસ કરી રહ્યાં નથી. સમગ્ર કેસ અંગે ગૃહ સચિવને જાણ કરવા કોર્ટનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટના વલણને લઇને પોલીસ અધિકારીઓએ પણ રિપોર્ટ પેન્ડિંગ હોવાના ગોળ ગોળ જવાબ આપ્યા હતા.

મહત્વનું છે કે, માર્ચ 2023માં જુનાગઢમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લાવડિયાની લાશ મળી હતી. ઝાડ પર લટકતી લાશને લઇને પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો. જો કે પોસ્ટમોર્ટમમમાં તેમના શરીર પર માર મરાયાના નિશાનો જોવા મળ્યા હતા. પરિવારજનોએ પોલીસના જવાનો દ્વારા કોઇ કારણોસર બ્રિજેશ લાવડિયાની હત્યા કરી દેવાઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે હત્યાની આશંકા વચ્ચે પોલીસે સમગ્ર મામલે 5 મહિનાથી ફરિયાદ ન નોંધતા આ મામલે હત્યાની આશંકા વધુ મજબૂત બની હતી. જેને લઇને મૃતકના પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com