ગાંધીનગર RTO કૌભાંડ : આરટીઓ ઈન્સ્પેકટરે 200થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા હોવાનો ઘટસ્ફોટ

Spread the love

ગાંધીનગરમા RTO કચેરીમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા આરટીઓ ઈન્સ્પેકટરે 200થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી ડોકયુમેન્ટમાં છેડછાડ કરતા સાયબર ક્રાઈમે 409ની કલમ ઉમેરી વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર RTOમાં ફરજ બજાવતા ઈન્સપેકટર સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા તેમજ બે એજન્ટની ધરપકડ બાદ સાયબર ક્રાઈમે શરૂ કરેલી તપાસમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા મોટો ઘટસ્ફોટ સામે આવ્યા છે. જેમા આરટીઓ અધિકારીઓએ સરકારી રેકોર્ડમા છેડછાડ કરીને ટેસ્ટ વગર ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કર્યા હોવાનુ તપાસમા ખુલ્યુ છે. સાયબર ક્રાઈમની ટીમે સરકારી રેકોર્ડમા છેડછાડ કરવા બદલ 409ની વધુ એક કલમનો ઉમેરા કર્યો છે. સાયબરની ટીમ ગાંધીનગર RTO તપાસ અર્થે ગયા ત્યારે રેકોર્ડ પુરાવામા અધિકારીઓનુ રજીસ્ટ્રેશનમા હાજરીના પુરાવા મળ્યા નહતા. આ ઉપરાંત લાયસન્સ માટે અરજી અને તેના ડ્રાઈવીંગના વીડીયોના પુરાવા પણ મળ્યા નથી. આ પ્રકારે 200થી વધુ લોકોને ટેસ્ટ વગર લાયસન્સ આપ્યા છે અને સરકારી રેકોર્ડમા છેડછાડ પણ કરી હોવાનુ તપાસમા ખુલ્યુ છે.


લાયસન્સ કૌભાંડમા સાયબર ક્રાઇમે અગાઉ પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતુ કે, RTO અધિકારીની મિલી ભગતથી જ આ કૌભાંડ ચાલતું હતું. જેથી સાયબર ક્રાઈમે ગાંધીનગર આર ટી ઓમાં ફરજ બજાવતા સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા, બે એજન્ટ સહિત ચારની ધરપકડ કરી હતી. કારણ કે, પોલીસને મળેલા નવ લાયસન્સ માટેની અરજીમાં મોટા ભાગના લાયસન્સમાં આઇ પી એડ્રેસ આર ટી ઓની બહારના હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ માટે આવતી અરજીને મંજુર કરવા માટેનો પાસવર્ડ માત્ર આર ટી ઓના અધિકૃત અધિકારી પાસે જ હોય છે. છતાં પણ પકડાયેલ બન્ને RTO અધિકારીએ એજન્ટને આઈડી પાસવર્ડ આપ્યો હતો. આ રેકેટની તપાસ દરમ્યાન RTOમા ચાલતા ગોરખધંધાનો પ્રર્દાફાશ થયો છે.
ગાંધીનગરમા RTO કચેરીમા ટેસ્ટ વગર ગેરકાયદે ઈસ્યુ થતા લાયસન્સમા હજુ પણ અનેક લોકોની સંડોવણી ખુલી છે. હાલમા સાયબર ક્રાઈમે 200 જેટલી શંકાસ્પદ અરજીઓને લઈને તપાસ શરૂ કરી છે. આ અરજદારોની પણ કોઈ શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તો તેમની વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહીને લઈને તપાસ શરૂ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com