રાજસ્થાનના ઉદયપુરમાં રાજપૂત કરણી સેનાની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહને ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું કે, ભંવર સિંહની હાલત ગંભીર છે. આ બેઠક શહેરના બીએન સંસ્થાન કેમ્પસમાં ચાલી રહી હતી. ફાયરીંગની માહિતી મળતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બેઠકમાં હાજર લોકોએ ગોળી ચલાવનાર યુવકને પકડી લીધો હતો અને તેને માર માર્યો હતો. ત્યારબાદ પોલીસે યુવકને પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે. યુવકની સારવાર પણ હોસ્પિટલમાં ચાલી રહી છે. જો કે, હજુ સુધી પોલીસ દ્વારા આ ઘટના અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. ફાયરિંગ કરનાર યુવકનું નામ દિગ્વિજય જણાવવામાં આવી રહ્યું છે.