રાજસ્થાનમાંથી કચ્છ કાઠીયાવાડમાં દારૂ ઘુસાડવાના મોટા નેટવર્કનો પર્દાફાશ

Spread the love

ગુજરાતમાં દારૂબંધી હોવાથી રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લાના માર્ગોએ થઈ મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાનો મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા અવારનવાર દારૂ ભરેલા વાહનો પકડવામાં આવે છે ત્યારે આજે ડીસા ધાનેરા હાઇવે પર કંસારી નજીકથી cid crime ગાંધીનગરની ટીમે દારૂ ભરીને જતું કન્ટેનર ઝડપી લીધું હતું.

પોલીસ ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી જીપ્સમ પાવડર ની આડમાં કન્ટેનરમાં મોટા જથ્થામાં દારૂ ભરીને ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડ વિસ્તારમાં પહોંચવાનું છે. જેથી cid ની ટીમે ખાનગી વેશમાં વોચ ગોઠવી બાતમી મળ્યા મુજબ નું કન્ટેનર આવતા ડીસા તાલુકાના કંસારી ગામ નજીક અટકાવી દીધું હતું. પોલીસે તપાસ કરતા કન્ટેનરમાં પાછળના ભાગે જીપ્સમ પાવડરના કટ્ટા ભરેલા હતા.જ્યારે અંદરના ભાગે વિદેશી દારૂની પેટીઓ મૂકેલી હતી.

પોલીસે કન્ટેનર ડીસા તાલુકા પોલીસ મથકે લાવતા અંદરથી કુલ રૂપિયા 27 લાખની કિંમતની 13,980 બોટલ વિવિધ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત ₹20,00,000 નું કન્ટેનર જપ્ત કર્યું હતું. જ્યારે કન્ટેનર ચાલક માલારામ સોનારામ જાટ ની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ દારૂ રાજસ્થાન થી ભરી કચ્છ અને કાઠીયાવાડ તરફ લઈ જવાતો હતો. દારૂ ક્યાંથી ભરાયો અને ક્યાં લઈ જવા તો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com