ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા આચારસંહિતા જાહેર કરવામાં આવી છે. આ માટે ડીજીપી વિકાસ સહાયએ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. પોલીસકર્મી યુનિફોર્મમાં રીલ બનાવશે તો પણ તેની સામે કાર્યવાહી કરાશે.
લોકો મનોરંજન માટે સોશિયલ મિડીયામાં રીલ બનાવતા હોય છે. ત્યારે ઘણા પોલીસ કર્મચારીઓ પણ વર્દીમાં રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં મુકતા હોય છે. જેને લઈને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસના કર્મીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસના અધિકારી અને કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા આચારસંહિતા જાહેર કરવામાં આવી છે. તેમાં વર્ધી પહેરીને રીલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી પણ કરી શકશે નહીં.