GJ-18 ની પ્રજા પાસે તગડો ટેક્સ ઉઘરાવતી મનપા તથા ટોરેન્ટ કંપની દ્વારા શહેરમાં રોડ રસ્તા પર સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે ત્યારે GJ-18 ના ૫૦% જેટલી જગ્યાએ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે વીઆઈપી એવા સેક્ટર ૧૯ થી લઈને સેક્ટર ૨૧ માં પણ અંધારપંચ છે ત્યારે સેક્ટર-૨૧, ૧૯, ૨૪, ૨, ૩, ૫, ૭થી લઈને અનેક સેક્ટરનોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે ત્યારે બગડી નથી કે કનેક્શનમાં લોચા નથી પણ ટોરેન્ટની કંપનીના લોચા લાપસી હોવાનું લોકો જણાવી રહ્યા છે.