ચલ મેરી લ્યુના ટીક ટીક ટીક.. ઓલ્ડ ઇઝ ગોલ્ડ ત્યારે લ્યુના એટલે બકરી કહેવાય પણ આજે અકબંધ ચાલે ત્યારે વર્ષો પહેલા અરવિંદ મિલમાં તેમના કારીગરોના માટે હપ્તેથી લ્યુના દર મહિને ૧૨૦ રૂપિયાના હપ્તેથી આપી હતી ત્યારે આજે activa નો ભાવ રૂા.૧ લાખ અને એવરેજ ૩૦ ાદ્બ તો લુના જૂની રૂા૩,૦૦૦ માં મળી જાય એન્જિન બનાવો એટલે ૩ હજાર તથા એવરેજ ૬૦ કિલોમીટર અને સાયકલ પણ તૈયાર થઈ જાય ત્યારે માડી પોતે ૭૨ વર્ષની વયના હોવાથી જૂની લુના ઉપર GJ-18 ના ચ- માર્ગેથી જઈ રહ્યા છે ત્યારે આજના ટ્રાફિકમાં વાહન ચાલકો જે વાહન ચલાવે છે તેમને નિયમોની ખબર જ નથી ત્રણ પાટા આવેલા છે તેમાં માડી જે પાટે ગાડી ચલાવી રહ્યા છે તે પાટા ઉપર જ ટુવિલર વાહન ચલાવવાના હોય પણ લાયસન્સ કઈ રીતે આરટીઓ આપી દે છે તે સવાલ છે ૫૦% થી વધારે લોકોને ટ્રાફિકના નિયમોની ખબર જ નથી ત્યારે તસવીરમાં માડી વાહન સાઈડમાં અને છેલ્લા પટ્ટે ચલાવી રહ્યા છે તે સાચો નિયમ છે એક્સિડન્ટના બનાવો જે બને છે તે ફોર વ્હીકલના બીજા પાટે ઘુસવાથી અને ક્રોસ કરવાથી આ બધી ઘટના બનતી હોય છે ત્યારે ટ્રાફિક ના નિયમો માડી જે ગાડી ચલાવે છે તે જાેઈ લો આ સંદેશો ટ્રાફિકનો ગણી લો બાકી જૂનું એ સોનું છે તેમ જૂનું એવું લુના અને વડીલ એવા માડી આપણા સૌ માટે વડીલ અને ટ્રાફિક ના નિયમો શીખવાડનારા શિક્ષક કે ગુરુ કહી શકાય આજની પેઢી લુના ને ભલે ના અળગતી હોય પણ એવરેજથી લઈને સસ્તી અને સિદ્ધ પૂરી જાત્રા જેવી લુના ગમે તે મંઝીલ સુધી પહોંચાડી દે ત્યારે GJ-18 ની પ્રજાને જણાવવાનું કે કેટલા વર્ષો પછી લ્યુનાજાેવા મળી?? અને આ ફોટો ૭૨ વર્ષના માડી લુના ચલાવતા જાેવા મળે ખરો??