જમાનો એટલો આધુનિક આવ્યો છે કે ભિક્ષુકો પણ હવે QR કોડથી ભીખ માગે છે. આ દ્રશ્યો આણંદના વઘાસી પાટિયાના છે. જ્યાં એક ભિક્ષુક આ રીતે ડિજિટલી કેશલેસ ભીખ માગી રહ્યો છે. સંજય કુમાર નામનો આ ભિક્ષુક પોતે મૂળ રાજસ્થાનનો હોવાનો દાવો કરે છે અને કડકડાટ અંગ્રેજી પણ બોલે છે. તેમજ ગીતો પણ લલકારે છે.