પોલીસ હોય તો શું કારમાં કાળા કાચ રાખવાનાં ? પોલીસ કર્મીને કાયદાનું ભાન કરાવાયું

Spread the love

સુરત શહેરમાં પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ હટાવી દંડ ફટકારાયો છે. કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરનારા લોકો સામે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી પોલીસકર્મીને 3 હજારનો દંડ કરાયો છે. તેમજ પોલીસકર્મી પાસે પીયુસી તથા વીમો પણ ન મળતા ડિંડોલી પોલીસ સ્ટેશનના PIએ સ્થળ પર પહોંચી દંડ વસુલી કાચ પરની કાળી ફિલ્મ હટાવડાવી હતી.

વકીલે પોલીસકર્મીને ટ્રાફિક નિયમનું ભાન કરાવ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને કારમાં બ્લેક ફિલ્મ માટે દંડ ભરાવડાવ્યો છે. પોલીસની ગાડીમાં લાગેલ કાળી ફિલ્મ ઉતારી 3000નો મેમો ભરાવ્યો છે. સાંઈ પોઇન્ટ ડીંડોલી ખાતેની આ ઘટના છે. જ્યારે કારમાં કાળા કાચ, પોલીસનું ટેગ, પીયુસી અને વીમો ન હતો. ડીંડોલી સર્કલ PIએ સ્થળ પર આવી 3000નો દંડ વસૂલ કર્યો હતો. PIએ જ કારના કાચ પરની કાળી ફિલ્મ હટાવડાવી હતી. એડવોકેટ મેહુલ બોઘરાએ વધુ એક પોલીસ કર્મીને કાયદાનું ભાન કરાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com