કોરોનાના નવા વેરિએન્ટને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરી

Spread the love

સમગ્ર વિશ્વ જે કોરોનાને કારણે ઉથલ-પાથલના સમયમાં હતું તે કોરોના સતત પોતાનું સ્વરૂપ બદલીને સામે આવતો રહે છે. આ કડીમાં કોરોનાના નવા વેરિએન્ટને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરી છે. હકીકતમાં કોરોનાના નવા વેરિએન્ટનું નામ ઓમિક્રોન બીએ.2.86 છે. WHO એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ કોરોનાના બાકી બીજા વેરિએન્ટથી વધુ મ્યૂટેટ કરવાની ક્ષમતા છે. આ વેરિએન્ટ કેટલાક દેશોમાં જોવા મળ્યો, જેમાં ડેનમાર્ક અને ઇઝરાયલ સામેલ છે. આ વેરિએન્ટનો પ્રથમ કેસ ઇઝરાયલમાં સામે આવ્યો છે.

હકીકતમાં વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું કે નવા વેરિએન્ટમાં ઝડપથી મ્યૂટેટ કરવાની ક્ષમકા છે, તેના કારણે તેને મોનિટર કરવામાં આવી રહ્યો છે. WHO આ વેરિએન્ટને વધુ ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ તે જણાવવામાં આવ્યું કે તેના પ્રસારની ટ્રિક સમજવા માટે વધુ ડેટાની જરૂર છે, જેના પર કામ ચાલી રહ્યું છે. તો અમેરિકાની ટો ડિઝીસ કંટ્રોલ એજન્સી કોરોનાના ઝડપથી મ્યૂટેટ કરનાર એક વેરિએન્ટને ટ્રેક કરી રહી છે. CDC તેના વિશે વધુ જાણકારી મેળવી રહી છે.

આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ડો. ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસે કહ્યું કે કોવિડ-19 હવે દુનિયા માટે સ્વાસ્થ્ય ઈમરજન્સી રહી ગયો નથી, પરંતુ હજું પણ તે વૈશ્વિક સ્વાસ્થ્ય ખતરો બનેલો છે. કોરોના વાયરસના નવા સ્વરૂપ પહેલાથી તપાસ હેઠળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખે આ ત્યારે કહ્યું જ્યારે તેઓ શુક્રવારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજીત જી-20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા.

તેમણે આ સાથે બધા દેશોને વિનંતી કરી કે તે મહામારી સમજુતીને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયામાં ગતિ લાવે જેથી તેને આગામી વર્ષે યોજાનારી વિશ્વ સ્વાસ્થ્ય સભામાં મંજૂરી આપી શકાય. મહત્વનું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ હાલમાં કોરોના વાયરસના જે નવા સ્વરૂપની ઓળખ કરી છે તેનું સ્વરૂપ અનેકવાર બદલી ચુક્યું છે. બીએ.2.86 સ્વરૂપની વર્તમાનમાં સર્વેલાન્સ અને તપાસ કરવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે દરેક દેશોએ સાવચેતી રાખવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com