દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો છે, ત્યારે કોરોના વાયરસના કારણે સૌ પ્રથમ ફેફસા પર વધારે એક્ટ કરે છે. ઘણીવાર વેન્ટીલેટર ઉપર રાખવા છતાં રીકવરી નથી આવતી ત્યારે કોરોનાના કહેર વચ્ચે અતિ ગંભીર કોરોના પોઝિટિવ દર્દીને રાજ્યમાં પ્રથમ વાર ECMO દ્વારા સફળ સારવાર આપી સાજા કરવામાં આવ્યા છે. કોરોનાના કેટલાક દર્દીઓની રિકવરી વેન્ટિલેટર પર પણ નથી થતી. જેથી ECMO સારવાર પદ્ધતિ ગુજરાતના બે ડોકટરો દ્વારા અપનાવામાં આવી હતી. જે દર્દીને ફેફસાની તકલીફ વધારે હોય તેમને આ ECMO પદ્ધતિ થી સફળ સારવાર આપવાની આ પ્રથમ ઘટના સામે આવી છે.
વડોદરાની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને લાંબા સમયના વેન્ટિલેટર સપોર્ટ પછી પણ રિકવરી ન જણાતા અને તે દિશામાં ઓક્સિજન લેવલમાં વધારે તકલીફ થવાના કારણે કૃત્રિમ રીતે ફેફસાને સક્રિય કરવા તથા ફરીથી કાર્યરત કરવા સુરતના બે ડોક્ટરો દ્વારા દર્દીને ECMO પદ્ધતિથી સફળ ટ્રીટમેન્ટ આપી હતી. ECMO પદ્ધતિમાં એક મિનિટમાં 5 લિટર લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢી ઓક્સિજન આપવામાં આવે છે. ફેફસામાં કફનું પ્રમાણ વધતું જાય છે અને ઓક્સિજનની કમી ઊભી થાય છે, ત્યારે વેન્ટિલેટર નો ઉપયોગ થાય છે. સુરતના કતારગામ વિસ્તારમાં સૌથી વધું કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેથી આજે પાલિકા કમિશનર, મેયર અને આરોગ્ય વિભાગની ટીમ કતારગામ પહોચી હતી અને ત્યા જઈને તેમણે પરિસ્થિતીની સમીક્ષા કરી હતી. કતારગામ સહિત અલગ અલગ ઝોનમાં જે પ્રકારે કોરોનાના પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે. તેને જોતા પાલિકાએ ધન્વંતરી રથની વ્યવસ્થા ઉભી કરી છે. શહેરમાં 20 જેટલા ધન્વંતરિ રથ શરૂ કરાયા છે. જેમાં મેડીકલ ટીમ અને તબીબ સહિત દવા જેવી સામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે ધન્વંતરી રથના સહયોગથી ઘરે ઘરે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સંક્રમિત વિસ્તારોમાં આ રથ ખૂબ ઉપયોગી બની રહ્યો છે.