ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા અને સ્ટંટ કરતા લોકોને એક સલાહ આપી છે. તેમને જણાવ્યુ છે કે થ્રિલ અને સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાવો, રસ્તાને રેસિંગ ટ્રેક ન બનાવો. બેફામ વાહન હંકારતા તત્વોને આ સલાહ સાથે ગર્ભીત ઇશારો કર્યો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતના એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી બેફામ વાહન હંકારતા તત્વોને આઝાદીનો ગેરલાભ ન ઉઠાવવા અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ વિનંતી કરી કે જો થ્રિલ અને સ્ટંટનો બહુ શોખ હોય તો તેમણે આર્મીમાં જોડાવુ જોઈએ. અથવા તો સારા ડૉક્ટર બનીને સમાજની સેવા કરો, ટેક્નોલોજી દ્વારા રાજ્યના વિકાસમાં સહભાગી બનો. પરંતુ તમને મળેલી આઝાદીનો ગેરલાભ ન ઉઠાવો. આ પ્રકારનું નિવેદન ગૃહ પ્રધાને જાહેર કાર્યક્રમના મંચ પરથી આપ્યુ છે.