ગુજરાતના વિવિધ મહાનગરોમાં રોગચાળાએ કહેર મચાવ્યો છે. ચોમાસાની ઋતુ બાદ સામાન્ય રીતે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ઉછાળો જોવા મળતો જ હોય છે. જો કે આ વખતે રોગચાળો જીવલેણ બનતો જોવા મળી રહ્યો છે.અમદાવાદ બાદ રાજકોટમાં પણ ડેન્ગ્યૂ જીવલેણ બન્યો છે. ડેન્ગ્યૂના કારણે રાજકોટમાં એક બાળકીનું મોત થયું છે. 2 દિવસની સારવાર બાદ 4 વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત થયુ છે. આ પરિવાર રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલા મયુરનગરમાં રહેતો હતો. જે પછી સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે.