અમદાવાદ
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ચિત્રાવાડ ગામના વતની અને જાણીતા મહિલા આગેવાન શ્રીમતી ફરીદાબેન મુરાદ પરમારની આગેવાનીમાં 500 બહેનો સાથે બહુજન સમાજ પક્ષ છોડીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા
અમદાવાદ
ગીર સોમનાથ જિલ્લાના આહીર સમાજના યુવા નેતા જશુભાઈ અખોત્રા અને સરમણભાઇ પપાલીયા ભાજપ છોડી વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ચિત્રાવાડ ગામના વતની અને જાણીતા મહિલા આગેવાન શ્રીમતી ફરીદાબેન મુરાદ પરમારની આગેવાનીમાં 500 બહેનો સાથે બહુજન સમાજ પક્ષ છોડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા.ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ શ્રી કરસનભાઈ બારડ, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત જિલ્લાના આગેવાન શ્રીઓની ઉપસ્થિતિમાં સંગઠનમાં મોટી સંખ્યામાં નવા જોડાયેલા આગેવાનોને પક્ષમાં આવકારવામાં આવ્યા.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પક્ષના ગીર સોમનાથ જિલ્લાના નવા જોડાયેલા આગેવાનોને અભિનંદન આપ્યા હતા