ગોળી બિસ્કીટ ભરવા ગોડાઉન ભાડે રાખ્યું, બે દિવસમાં પકડાયો દારૂ

Spread the love

ગાંધીનગર સેક્ટર – 25 જીઆઈડીસીનાં ઈલેક્ટ્રોનિક એસ્ટેટમાં આવેલ બંધ ગોડાઉન માંથી લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 ની ટીમે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને 32 લાખની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી રાજસ્થાન ઝાલોરનાં બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ગોળી બિસ્કીટ ભરવાના બહાને ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં ઇન્ડ્રસ્ટ્રીયલ જી.આઇ.ડી.સી વિસ્તારોમાં આવેલ અવાવરૂ બંધ ગોડાઉનની આડમાં ચોરી છુપીથી થતી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આપેલ સૂચના પગલે એલસીબી – 2 ની અલગ અલગ ટીમ ઇન્ડ્રસ્ટ્રીયલ વિસ્તારોમાં બાઝ નજર રાખી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે સેકટર – 25 જીઆઇડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ બી – 221 નંબરના બંધ ગોડાઉનમાં રાજસ્થાન ઝાલોરનાં દેવારામ નામના બુટલેગરે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પીએસઆઇ કે કે પાટડીયા સહિતની ટીમ ગોડાઉનમાં ત્રાટકી હતી.

બાદમાં ગોડાઉનનું શટરનું લોક તોડીને અંદર પ્રવેશી હતી. જ્યાં અલગ અલગ બ્રાન્ડની 481 નંગ પેટીમાં ભરેલ નાની મોટી 11 હજાર 892 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે દેવારામ નામના બુટલેગરે બે દિવસ પહેલા જ બિસ્કીટ ગોળીનો જથ્થો રાખી ધંધો કરવાનું કહીને ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું. પરંતુ માત્ર બેજ દિવસમાં 32 લાખ 50 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળતિયાઓ સાથે મળીને ઉતારી દેવામાં આવ્યો હતો. જેનાં વિરુદ્ધ સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com