જૂના સચિવાલયનાં 7 માળના નવા 8 બ્લોક બાંધીને હાલના 19 બ્લોકને તેમાં સમાવી દેતી ડિઝાઇન તૈયાર, બે બ્લોકનું બાંધકામ બે મહિનામાં શરૂ કરાશે

Spread the love

ગુજરાત સરકાર દ્વારા જૂના સચિવાલયની કાયાપલટ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. એક સમયે જ્યાંથી રાજ્યનો કારોબાર ચલાવાતો હતો, તે જૂના સચિવાલયના બ્લોક બંધાયાને 46 વર્ષના વ્હાણા વાયાની સાથે ઇમારતો જર્જરિત બની છે. હવે રૂપિયા 400 કરોડની લાગત સાથેના રિડેવલપમેન્ટ પ્લાનમાં પ્રથમ તબક્કે બે બ્લોકનું બાંધકામ બે મહિનામાં શરૂ કરાશે.

અધિકારી સુત્રોએ કહ્યું કે 7 માળના નવા 8 બ્લોક બાંધીને હાલના 19 બ્લોકને તેમાં સમાવી દેતી ડિઝાઇન તૈયાર કરાઇ છે. આ તમામ બિલ્ડીંગો આધુનિક સુવિધાની સાથે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવશે. જેમાં સોલાર સિસ્ટમ વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયક્લિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરીને વધુ આકર્ષક લેન્ડસ્કેપ તૈયાર કરાશે.

તમને જણાવી દઇએ કે, ગત બજેટ સત્રમાં માર્ગ અને મકાન વિભાગની માંગણી પરની ચર્ચા દરમિયાન મંત્રી કક્ષાએથી આ યોજનાની જાહેરાત કરાઇ ત્યારે જણાવાયુ હતું, કે ડો. જીવરાજ મહેતા ભવન એટલે કે જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ અંતર્ગત બે નવા બ્લોકનું બાંધકામ 100 કરોડના ખર્ચે કરાશે. જેની કામગીરી વર્ષ 2023માં જ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. જૂના સચિવાલયનું રૂપિયા 4 અબજનાં ખર્ચે રિડેવલોપમેન્ટ કરવા માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવાયો છે. જેનાં અંતર્ગત સમયાંતરે સાડાચાર દાયકા જૂના સચિવાલયના જૂનવાણી સ્ટાઈલના બ્લોક તોડી પાડવામાં આવશે. જેના પગલે મોટા ક્ષેત્રફળની જમીન ખુલ્લી થશે.

ગાંધીનગરની પાટનગર તરીકે 1971માં સ્થાપના કરાયાના પાંચ વર્ષ બાદ જ 1976માં બાંધવામાં આવેલા જૂના સચિવાલયના બ્લોકમાં હાલના સમય જરૂરત પ્રમાણેની સુવિધાઓ સ્વાભાવિક રીતે જ નથી. પરિણામે નવા કેમ્પસનો નવો લે આઉટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને કોર્પોરેટ લુક અને આજની જરૂરી સુવિધાઓ સાથે નવા બ્લોક્સ અને કેમ્પસની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. કુલ મળીને આઠ બ્લોક બાંધવામાં આવનાર છે પરંતુ બે-બેના જોડકામાં એક પછી એક બાંધકામ શરૂ કરવામાં આવશે.

માર્ગ અને મકાન વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે જુના સચિવાલયમાં હાલના બ્લોક 3 માળના છે. જે તે સમયે પણ ત્રણ દાયકાની જરૂરતને ધ્યાને રાખીને આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ 46 વર્ષ બાદ નવા પ્લાનમાં સાત માળના બ્લોક બાંધવાના હોવાથી દરેક નવા બ્લોકમાં જુના ત્રણ બ્લોકને સમાવી દેવાશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 1985થી મંત્રી મંડળ અને વિધાનસભા નવા સચિવાલયમાં બેસે છે.

જુના સચિવાલયમાં હાલમાં પાર્કિંગની સમસ્યા વિકટ બની છે. 1976માં જેટલી સરકારી ગાડીઓ હતી, તેનાથી ચાર ઘણી ગાડીઓ હવે કર્મચારીઓની હોય છે. નવી યોજનાથી વિશાળ જમીન ફાજલ પડતાં ત્યાં પાર્કિંગ વિકસાવવાની સાથે હરિયાળી માટે પણ પુશ્કળ જગ્યા ફાળવાશે. આ ઉપરાંત નવા કેમ્પસમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, બ્લોક્સના ધાબા પર મોટી ક્ષમતાની સોલર સિસ્ટમ પણ લગાડવામાં આવશે. કેન્ટિનની સુવિધા પણ અધિકારીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com