GJ-18 મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડા, લારી-ગલ્લા દબાણ હટાવવા ટ્રકની અંદર ૨૦ થી ૨૫ માણસોને લઈને જાય છે, ત્યારે હાથમાં લાકડી, કોશથી લઈને તમામ હટાવવા માટેના સાધનો સાથે જે ગાડીમાંથી ઉતરે છે, તેમાં દહેશત ફેલાઈને લોકોને ડરાવવા ધાડપાડુ ગેંગ હોય તેવો માહોલ સર્જાઈ જાય છે, ત્યારે ઝૂંપડામાં દબાણ હટાવવા ગયા હોય તો ચીચિયારી કરી મુકતા સિનિયર સિટીઝનો, બાળકો ગભરાઈ જાય છે, ત્યારે લારી-ગલ્લાના દબાણ હટાવવા જાય એટલે એકસાથે ધડાધડ ઉતરતા ઘણીવાર લારીગલ્લા ધારક પોતે ગલ્લો મૂકીને ભાગી જતા, સામાન પણ વેરવિખેર અને લૂંટાઈ જાય છે, ત્યારે દબાણ હટાવવાની રીત મુજબ દબાણ હટાવો, બાકી અન્ય ફિલ્મો જાેશો તો ધાડપાડું ગેંગ જેમ હોય તેવું લાગતું હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.