તેના સામના ની તૈયારીઓ ના ભાગ સ્વરૂપે એક કટોકટી વેળા ની કીટ બનાવો અને અને પરીવાર ના સભ્યો સાથે સંદેશા વ્યવહાર થઈ શકે તેવુ આયોજન કરો.
મૃત અથવા ભયજનક રીતે ઝૂલતા ઝાડ અને તેની શાખાઓ કે જે તીવ્ર મેઘ ગર્જનામાં પડી શકે અને ગંભીર ઈજા અને નૂકસાન કરી શકે તેને દૂર કરો.
ઘર બહાર કરવામાં આવતી પ્રવૃતિ ને ટાળો.
૩૦/૩૦ વીજળી ના ચમકારા થી સૂરક્ષા ના નિયમો ને યાદ કરો.
ઘર માં જાવ અને ૧ થી ૩૦ સુધી ગણવાનું ચાલું કરો.જો ૩૦ સુધી ની ગણતરી પહેલાં જ તમને મેઘ ગર્જના સંભળાય તો, છેલ્લે સંભળાયેલ મેઘ ગર્જના ની બીજી ૩૦ મિનીટ સુધી ઘર ની બહાર નિકળવાનું ટાળો.
બહાર ની વસ્તુઓ કે જે ઊડી ને ઘર માં આવી ને નુકસાન પહોંચાડી શકે તેના થી સાવચેત રહો.
ઘર,ઈમારત કે મજબૂત છત ધરાવતી ગાડી માં જાઓ. જો કે ગાડી ની ઊપર પણ વિજળી પડી શકે છે અને તમને ઈજા પહોચી શકે છે,પણ તમે બહાર કરતાં વાહન ની અંદર વધુ સલામત છો.
યાદ રાખો કે રબર ના સોલ વાળા જૂતા અને રબર નાં ટાયર વીજ-ચમકારા થી તમારૂ રક્ષણ કરશે નહીં.પણ સ્ટીલ ની મજબૂત છત વાળુ વાહન જો તમે ધાતુ ને નહી અડો,તો તમારુ રક્ષણ થશે.
બારી અને બારણા બંધ રાખો.. વિજળી ના ઊપકરણો ને તોફાન આવ્યા પહેલાં જ બંધ કરી દો.
મેઘ ગર્જના અને વીજ ચમકારા ની ઘટના દરમિયાન :
જો તમારા વિસ્તાર માં મેઘ ગર્જના અને વીજ ચમકારા થઈ રહ્યા હોય તો તમે :
વિજ વાયર સાથે જોડાયેલ ફોન અને ઊપકરણ નો સંપર્ક ટાળો .દિવાલ સાથે જોડયેલ વાયરલેસ ફોન નો ઉપયોગ કરી શકાય.વિજ સંચાલીત સાધનો કે વીજ વાયર ને અડવાનું ટાળો. કોમ્પ્યુટર કે તેના જેવા બીજા ઊપકરણો ને વિજ પ્લગ માં થી દૂર કરો.એર કંડીશનર ને પણ બંધ રાખો. વીજળી ના ચમકારા માં થી નવિજ પ્રવાહ નીચે ઊતરી ને ગંભીર નુકશાન પહોંચાડી શકે.
બાથરૂમ તેમજ નળ ના સામાન ને અડવાનું ટાળો અને હાથ ધોવાનુ,સ્નાન કરવાનું અને વાસણ સાફ કરવાનું ટાળો કેમકે બાથરૂમ ના ઊપકરણ વીજ વહન કરી શકે છે.
બરી-દરવાજા થી દૂર રહો. મંડપ ખુલ્લા ન રાખો.કોંક્રીટ ના ભોય તળીયા પર ન સૂવો. તેમજ દીવાલ ને અઢેલી ને ન ઉભા રહો. ખૂલ્લા મેદાન માં રહેલા ઉંચા ઝાડ કે જે કૂદરતી વીજ સળીયા થી દૂર રહો.
પર્વત ની ટોચ,ખુલ્લા મેદાન,સમૂદ્રકિનારા કે પાણી માં રહેલ બોટ માં જવાનુ ટાળો.સ્થિર અને મજબૂત મકાન માં આશરો લેવો.ખુલ્લા વિસ્તાર કે છપરા કે નાના બાંધકામ માં આશરો ન લ્યો.
મોટર સાયકલ ,ટ્રેક્ટર,કૃષી વિષયક સામાન વગેરે નો સમ્પર્ક ટાળો.
જો તમે વાહન હંકારતા હોવ તો સડક ની કિનારે સલામત રીતે વાહન પાર્ક કરો અને જ્યાં સુધી ભારે વરસાદ બંધ ન થાય ત્યાં સુધી વાહન ની બહાર ન નીકળો.ધાતુ ની સપાટી તેમજ અન્ય સપાટીકે જે વીજ વાહક હોય તેને અડ્શો નહીં.
જો તમને કે તમારી પરીચિત કોઇ વ્યક્તિ પર વીજળી પડી હોય તો જેટલૂ શક્ય હોય એટલૂ જલ્દી તબીબી સારવાર માટે ફોન કરો. ભોગ બનનાર વ્યક્તિ ને પ્રાથમિક સારવાર આપવા દરમિયાન નિમ્ન લિખીત વસ્તુ નુ ધ્યાન રાખો.
શ્વાસ સંબધી:
જો શ્વાસ બંધ હોય તેવુ જણાય તો મુખ દ્વારા કુત્રિમ શ્વાસોછ્વાસ આપવાનુ સરૂ કરો.
હ્રદય ની ધડકન:જો હ્રદય બંધ પડેલ જણાય તો સી.પી.આર આપવાનુ શરૂ કરો,.
નાડી:
જો ભોગ બનેલ વ્યક્તિ ની નાડી અને શ્વાસ ચાલૂ હોય તો બીજી કોઇક ઇજાઓ ની શક્યતાઓ તપાસો.. વિજળી શરીર માં જે જગ્યાએ પ્રવેશી હોય અને જે જગ્યાએ થી બહાર નિકળી હોય ત્યા દાઝ્યો છે કે નહી તે તપાસો.
જ્ઞાનતંતુ પ્રણાલી,અસ્થિભંગ,કે શ્રવણશક્તિ કે દૃષ્ટિ ની સમસ્યા તો નથી થઈ ને તે તપાસો..
તોફાન પસાર થઈ ગયા પછી યાદ રાખો:
પાણી ભરાયેલ માર્ગ પર મૂસાફરી ન કરો,પાછા વળો,ડૂબી ન જાવ.
સ્વયં ને તોફાનગ્રસ્ત વિસ્તાર થી દૂર રાખો.સ્થાનીય રેડિયો કે ટેલીવિઝન પર પ્રસારીત માહિતી કે સૂચનાઓ થી સ્વયં ને માહીતગાર રાખો, કદાચ કોઇ માર્ગ કે કોઇ વિસ્તાર બંધ કરી દેવા માં આવ્યો હોય.
નાના બાળકો,વૃદ્ધો કે જેમને તમારી વિશેષ સેવા ની જરૂર હોય તેમને મદદ કરો. વિજળી ની ખોરવાયેલી લાઈન થી દૂર રહો અને તેના સમારકામ માટે જણાવો..પાળતૂ પ્રાણીઓ નુ નિરીક્ષણ કરો અને તેમને તમારા નિયંત્રણ મા રાખો.