આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આપઘાત કરવા જતાં હતાં અને કરાઈ એકેડેમીનાં ટ્રેઈની મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરની સતર્કતાથી ASIને નવજીવન મળ્યું

Spread the love

અમદાવાદના એક પોલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પત્ની-પુત્રોના ત્રાસથી કંટાળીને સુસાઇડ નોટ લખીને અડાલજ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવવાની તૈયારીમાં હતા. આ દરમિયાન અહીંથી પસાર થતાં કરાઈ એકેડેમીનાં ટ્રેઈની મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરની સતર્કતાથી ASIને નવજીવન મળ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પ્રજાજનોની શાંતિ-સલામતી માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોલીસ રાત-દિવસ ડ્યૂટી બજાવતી હોય છે. પોલીસની નોકરી એટલે સતત 24 કલાકની નોકરી અને તેની સાથે ભરપૂર શારીરિક અને માનસિક દબાણ રહેલું હોય છે. પોલીસ કર્મચારી અને અધિકારીઓએ સતત એક પ્રકારના માનસિક તણાવમાં રહીને પોતાની કારકિર્દીને આગળ ધપાવવાની હોય છે.

ડિસિપ્લિન ફોર્સ તરીકે ગણાતી ગુજરાત પોલીસમાં હાલ પોલીસકર્મીઓ ડિપ્રેશનમાં આવી આપઘાત કરી લેવાના બનાવ વધતા પોલીસ બેડામાં ચિંતાનાં વાદળો છવાયાં છે. પ્રજાના જાનમાલનું રક્ષણ કરતી પોલીસની વેદના હાલમાં સમજવાવાળું કોઈ નથી. તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ પણ પોલીસ જવાનોની મુશ્કેલીઓનો કોઈ નિવેડો નથી આવતો. સતત બંદોબસ્ત અને કામનાં ભારણ અને પરિવારની પળોજણના કારણે ડિપ્રેશનમાં આવી નાછૂટકે પોલીસકર્મીને આપઘાત કરવાની ફરજ પડે છે. આવી જ એક ઘટના બનતા એક મહિલા પીઆઈની સતર્કતાથી અટકી ગઈ છે.

વાત જાણે એમ છે કે, ગાંધીનગર કરાઈ એકેડેમીમાં પીઆઈ હિરલ મુસાર ટ્રેનિંગ લઈ રહ્યાં છે. ગઈકાલે તેઓ પોતાની ગાડી લઈને અડાલજ કેનાલ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. એ વખતે વાળ દાઢી વધેલ એક વ્યક્તિ કેનાલની પાળીએ જઈને એક ચિઠ્ઠી મૂકી ત્યાં લગાવેલ જીવન આસ્થાનાં બોર્ડને નિહાળી કેનાલની રેલિંગ ઉપર ચઢે છે. આ જોઈ તુરંત પીઆઈ હિરલબેન ગાડીમાંથી ઊતરી દોટ મૂકીને બૂમો પાડે છે “મારે તમારું કામ છે પ્લીઝ ઊભા રહો પ્લીઝ”. આ સાંભળી એ વ્યક્તિ પાછું વળીને જુએ ત્યાં સુધીમાં હિરલબેન નજીક પહોંચી જાય છે.

મહિલા પીઆઈને જોઈ ASI ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યાં ત્યારે કોઈકનો સહારો મળ્યો હોય એમ એ વ્યક્તિ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડે છે. જેમને સાંત્વના આપી હિરલબેન પ્રાથમિક પૂછપરછ કરે છે. એટલે એ વ્યક્તિ પોતાની ઓળખ ASI તરીકે આપી અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું કહી પોતાની કથની વર્ણવે છે. આ અંગે પીઆઈ હિરલબેને દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું કે, મારી ઉંમર કરતાં તો ASIને ખાતાની નોકરીનો અનુભવ વધુ હતો.

જેમની સાથે માંડીને વાત કરતા જાણવા મળ્યું કે, ASIની માતા પણ નિવૃત્ત પીએસઆઇ છે. અને ASIને પણ નોકરીનાં ચારેક વર્ષ બાકી છે. પણ નોકરીની ભાગદોડમાં તેમનાં પત્ની સાથે કંકાસ થતો રહેતો હતો. એમાંય માતાનું ઉપરાણું લઈ બે જુવાનજોધ સંતાનો પણ પિતાને કડવા વેણ બોલી સતત માનસિક ટોર્ચર કરતા હતા. એટલું ઓછું હોય તેમ તેમની વૃદ્ધ માતાને ખાવા પીવાનું ટાઈમસર આપવામાં આવતું નહીં.

બંને જણાને પત્ની અને સંતાનોએ ત્રાસ આપીને જીવન જીવવું દોહ્યલું કરી દીધું હતું. પીડિતોના કંકાસનો નિવેડો લાવતા ASI નાસીપાસ થઇને આપઘાત કરવા કેનાલે આવી ગયા હતા. અને સુસાઇડ નોટ પણ લખી હતી. બાદમાં તેઓને એકલા મૂકવા યોગ્ય નહીં લાગતાં મારી ગાડીમાં બેસાડીને જીવન આસ્થા સેન્ટર લઈ હતી. જ્યાં ASIના પરિવારને પણ બોલાવી લેવાયો હતો.

બાદમાં તમામનું જીવન આસ્થાનાં લાયઝનિંગ ઓફિસર પ્રવીણ વાલેરાની ટીમે કાઉન્સિલિંગ કરી ઘરકંકાસનો સુખદ નિવેડો લાવવામાં આવ્યો હતો. ત્યારે ASI એ પીઆઈ હિરલબેન પાસે જઈને સેલ્ફી લઈ કહ્યું હતું આજે તમે મારા માટે ભગવાન બનીને આવ્યાં છો. જેના પ્રત્યુત્તરમાં હિરલબેને કહેલું કે મને આજે એ વાતની ખુશી છે કે મારા પોલીસ પરિવારના સભ્યનો જીવ બચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com