GJ-18 મહાનગરપાલિકા ખાતે બેસ્ટ કોમ્પ્યુટરના માંધાતા દ્વારા વર્ષોથી માનપામાં સ્ટેશનરીથી લઈને બેનરોનો કોન્ટ્રાક્ટ ધરાવે છે, ત્યારે ઘણા વર્ષોથી એકહથ્થું શાસન હોય તેમ અહીંયા મધ ભાળી ગયેલા અને ટેન્ડરમાં ઝગલરીથી એવું બતાવે કે ભાવ અમારા નીચા છે, ત્યારે ચેરમેન જશુ જાેરદારની પક્કડમાં આવી જતા વર્ષોથી અક્કડ જતી રહી જેવો ઘાટ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર થોડા મહિના પહેલાં ટેન્ડર સ્ટેશનરી બેનરનું બહાર પડ્યું હતું, ત્યારે બેસ્ટ કોમ્પ્યુટરના માંધાતા મેઘજી પોતે વર્ષોથી ટેન્ડર ભરીને નાની ચીજ વસ્તુઓનો જેનો વપરાશ ઓછો હોય તેવી ચીજ વસ્તુઓના ભાવ નીચા અને જે ચલણમાં વધુ હોય તેના ભાવ ઉંચા આવા જગલરી ટેન્ડરમાં ભલભલાને ટેન્ડર નીચું હોવાના ઉંધા કાન પકડાવતા હતા, ત્યારે આ વખતે નવું ટેન્ડર ભરવામાં આવતા આ જગલરીનો પર્દાફાસ ચેરમેન જશુ જાેરદાર એ કર્યો હતો, અને જે ચીજ વસ્તુઓના નીચા ભાવ નહીં પણ વપરાશની ચીજ વસ્તુઓ જે વધુ વપરાય છે, તેના ઉપર ફોક્સ પાડતા બેસ્ટનું ટેન્ડર વેસ્ટ થઈ ગયું હતું, ત્યારે મહાનગરપાલિકામાં વર્ષોથી ખજાનો ભાળી ગયેલા માંધાતાને જશુ જાેરદારે લપડાક લગાવવા ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા હતા અને ત્યાં લપડાક મળતા સુપ્રીમ કોર્ટ સુધીની સફરમાં પણ પંચર પડ્યું હોય તેમ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો, ત્યારે બંને બાજુથી લપડાક મળતા હવે ક્યાં આગળ જવાના છે તે ખબર નથી પણ જશુ જાેરદાર ની પકડમાંથી છટકી શક્યા નહીં તે હકીકત છે.