ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સંગઠનના લોકો સાથે કાલથી બે દિવસ અમદાવાદ અને વડોદરામાં હાજરી આપશે

Spread the love

મુકુલ વાસનિક આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે અમદાવાદ એરપોર્ટ  આવશે : રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે 2 વાગે  સંગઠનના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ સાથે ચર્ચા અને સાંજે 4 વાગે પ્રદેશની કોર કમિટીની બેઠક તેમજ દસમી તારીખે વડોદરામાં સવારે 11 વાગે બાઈક રેલી, ચાર વાગે ગાંધીનગર ગૃહ ટાઉનહોલ ખાતે કાર્યકરો સાથે સંવાદ કરશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી

અમદાવાદ

આવતાં વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે નવા ચૂંટાયેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલવાસનીકની બીજી મુલાકાત માટે ગુજરાતના અમદાવાદ અને વડોદરા ખાતે 9 અને 10 સપ્ટેમ્બરે આવી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી એ જણાવ્યું હતું કે મુકુલ વાસનિક ગાંધી સરદારની ભૂમિ પર ગુજરાત સંગઠનના કામ માટે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે 2:00 વાગે  સંગઠનના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ સાથે આગામી કાર્યક્રમોની રૂપરેખા અને રોડ મેપ તૈયાર કરી તેની કામગીરી અંગે ચર્ચા કરશે . આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વરિષ્ઠ આગેવાનો હાજરી આપશે. ત્યારબાદ સાંજે 4:00 વાગે પ્રદેશની કોર કમિટીની બેઠક પણ મળશે જેમાં પ્રથમ વખત સંપૂર્ણપણે વાર્તાલાપ થશે.રવિવાર દસમી તારીખે મુકુલ વાસનીક  વડોદરામાં સવારે 11:00 વાગે છાણી જકાતનાકાથી બાઈક રેલીમાં જોડાશે અને બાઈક રેલી વિવિધ વિસ્તારોમાં જશે ત્યારબાદ ચાર વાગે ગાંધીનગર ગૃહ ટાઉનહોલ ખાતે કાર્યકરો સાથે સંવાદ કરશે. ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ઉપપ્રમુખો સાથે પણ વિગતવાર ચર્ચા કરશે.કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ સૌપ્રથમ વખત ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિક એક સાથે બાઈક રેલીમાં હાજરી આપશે. ત્યારબાદ પણ યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તાઓ સાથે બેઠક પણ કરશે.આમ કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ તેમજ પ્રભારી પણ બદલી ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com