આજની પેઢી દેખાદેખીમાં બની દેવાદાર, ક્રેડિટ કાર્ડ કે દેવાદાર કાર્ડ?

Spread the love

પહેલાના જમાનામાં એક કમાનાર અને ૧૦ ખાનાર હતા છતાંય કોઈ દિવસ દેવું કરવાની જરૂર નહોતી પડતી કેમ કે ખર્ચ ફક્ત જરૂરત ની વસ્તુ પર થતો, શોખ મર્યાદિત હતા, પોતાના મન પર કાબૂ હતો, કુરબાની ની ભાવના હતી, બીજાના મહેલ જાેઈને પોતાના ઝૂપડા ના બળાય એ સમજ હતી.હવે અત્યારે માબાપ ની જવાબદારી માટે પૈસા નથી પણ સગાઈ પછી બાબુ સોના માટે હેસિયત બહાર જઈને મોંઘા ફોન, સ્માર્ટવોચ, મોંઘા રેસ્ટોરેન્ટ માં નાસ્તા પાણી, મોંઘી પિકચર ની ટીકીટ વિગેરે માટે પૈસા ખર્ચ કરી દેખાડો કરવો મોટાભાગના ને ગમે છે પણ એક વસ્તુ નડે છે. કમાણી એટલી હોતી નથી કે અવારનવાર આવા ખર્ચા થાય.

આજ હાલત પરણેલાની છે. ફોરેન ફરવા જવું, દર અઠવાડિયે પંદર દિવસે રિસોર્ટ માં જવું, અઠવાડિયા માં ૨-૩ વાર બહાર જમવા જવું, સ્વીગી અને ઝોમાટો માંથી અગણિત વાર નાસ્તા પાણી મંગાવવા, બીજા કંઈ કરે કે ખરીદે એટલે પોતે પણ એ કરવાની જીદ હોવી . પણ આ બધા ની સામે પણ એ જ પ્રોબ્લેમ. કમાણી ઓછી અને ઇચ્છાઓ મોંઘી.આ દેખાડો, બિનજરૂરી ચીજાે અને મોંઘા શોખ ને પહોંચી વળવા યુવાનો તરત જ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરે છે અને બિન્દાસ ખર્ચ કરે છે. બેંકો પણ હોશિયાર છે. આજીવન કોઈપણ ફી વગર નાં કાર્ડ મોટી લિમિટ સાથે આપી દે છે. એટલે પછી મોટાં ખર્ચા અને ભરવાનો ટાઈમ આવે ત્યારે હપ્તા માં રૂપાંતર કરી પ્રતિદિન ૨.૫ ટકા સુધીનું વ્યાજ ભરે છે.હવે આવીએ કાયદેસરના આંકડા પર. આરબીઆઇ નાં રિપોર્ટ અનુસાર હાલ ભારતીયોને માથે ૧ લાખ ૮૬ હજાર ૭૮૩ કરોડ એટલે ૧,૮૬,૭૮૩,૦૦૦,૦૦૦૦ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ નું દેવું છે.જે બેંકને પાછા આપવાના બાકી છે. આમાં કોઈ ધંધાની લોન નથી. આ રોજિંદા ખર્ચા અને મોજશોખ છે જે ક્રેડિટ કાર્ડ મારફતે કરવામાં આવે છે. મહત્તમ ખર્ચની પ્રથમ બે કેટેગરી છે ટ્રાવેલ અને ઓનલાઇન શોપિંગ. હદ વગરનું રખડવું અને બિનજરૂરી વસ્તુ નું શોપિંગ.હવે ખાલી એટલું વિચારો કે જેમ જેમ દિવસ આગળ વધે છે એમ એમ યુવાનો તો વંઠેલ થઈ રહ્યાં છે તો પછી આ દેવા ની રકમ ક્યાં જઈને અટકશે.આ મારી પોસ્ટ આંખ ઉઘાડવા માટે છે. હું કોઈની જિંદગી જીવવાની રીત ને સારી કે ખરાબ નથી કેહવા માંગતો પણ કોઈપણ પ્રકારનું દેવું એ તમારા આખા પરિવાર માટે ઘાતક સાબિત થઈ શકે છે.જાે અત્યારના યુવાનો પોતાના મન પર થોડો કાબૂ, ભવિષ્યનો થોડો વિચાર, અને એમના જીવનસાથી થોડા સમજું બનીને રહે તો ભવિષ્ય નર્ક બનતા બચાવી શકાય છે.ઘણા તો એવા જાેયા છે કે જિંદગી માં સાપુતારા થી આગળ ગયા ન હોય અને લગ્ન પછી યુરોપ ફરવાનું પ્લાનિંગ કરતા હોય છે અને પછી બચેલા પૈસામાં ઉતરતા વિસ્તાર માં ઓછા ભાડા વાળા ઘર શોધી પોતાની અને પોતાના પરિવાર ની સેફ્ટી જાેખમ માં મૂકે છે. બાળકો માટે સારી સ્કૂલ ની ફી ભરવા ની હેસિયત રહેતી નથી.
મા બાપ ને તો ગણતા જ નથી એટલે એની ચર્ચા કરવી વ્યર્થ જ છે. આ વાંચીને કૉમેન્ટ સેકશન માં એક ખૂબ કોમન સવાલ આવવાની શક્યતા છે!અમુક મહિલાઓ આવીને લખશે કે લગ્ન એન્જાેય કરવા માટે અને સપના પુરા કરવા માટે છે તો પછી પતિને એના માટે જે રીતે પૈસા ભેગા કરવા પડે એમાં અમારે શું જાેવાનું?
આ મહિલાઓને એક જ જવાબ છે – લગ્ન એન્જાેય કરવા કે સપના પૂરા કરવા માટે નથી. જાે તમારા સપના મોટા છે તો સગાઈ પહેલા છોકરાને કહી દો અને જાે એજ છોકરા સાથે લગ્ન થઈ જાય તો એની સાથે ખભેથી ખભો મેળવી મહેનત કરો અને સપના પૂરા કરો. ભારત માં લગ્ન નો મતલબ ગોદ લેવું નથી કે જેમાં એક પાર્ટી બીજી પાર્ટીના બધા જ શોખ પૂરા કરે.પણ બીજી બાજુ ઘણી સમજદાર અને સમર્પિત મહિલાઓ કૉમેન્ટ કરે છે કે અમે અમારા પતિ સાથે ખૂબ મહેનત કરીને આગળ આવ્યા છીએ અને આ વાત પર એમને ખૂબ ગર્વ પણ હોય છે. આવા મહેનત કરીને પ્રમાણિક પણે આગળ આવતા યુગલોને તો મારા બે હાથે સલામ છે.
એક સલાહઃ
મોજશોખ નું અસ્તિત્વ જવાબદારીને પૂરા કર્યા પછી જ જન્મ લેવું જાેઈએ નહિતર તમારા પોતાના ભવિષ્ય નું અસ્તિત્વ જાેખમ માં મુકાઈ જશે!

આજની પેઢી પોતાનું મકાન લઈ શકે તેવી સક્ષમ નથી, હા બાપ દાદાની મિલકત વેચીને બંગલો ઓડી ગળામાં સોનાની ચેન પહેરીને ફરતા આપ કમાઈ નહીં બાપ કમાઈ વાળા છે એવું નથી કે નવી પેઢી નથી કમાતી પણ બિનજરૂરી ખર્ચ પર કાપ ન મુકતા દેવાદાર તો થાય પણ સુસાઇડના આંકડા વાંચો એટલે ઘર કંકાસનું કારણ અને ઘર કંકાસ એટલે ઘરનું પૂરું કરવામાં અને કરવામાં તાણ અનુભવ્યા બાદ સુસાઇડના બનાવો વધવા પામ્યા છે
બચત થતી નથી એકવાર હાઈફાઈ જિંદગી જીવવા માંડો એટલે પછી નીચે ઉતરાતું નથી એસી ગાડી નોકર ચાકર અઠવાડિયામાં હોટલ બહાર જમવાનું મહિને ફરવાનું આ બધા ખર્ચાબચતને તો ખાઈ જાય છે પણ ઉપરાંત દેવાના ખપ્પરમાં હોમાઇ જાય છે, ત્યારે ક્રેડિટ કાર્ડનું વ્યાજ અને સમયસર જાે રકમ ના ભરી તો વ્યાજગણો અને ભરો પછી ખબર પડે જેટલી સગવડ એટલી જ અગવડો પડવાની છે,
આજની પેઢી દેખાદેખીમાં એટલી આગળનીકળી ગઈ છે, કે બિનજરૂરી ખર્ચા પર જાે કાબુ મેળવીએ તો લાખો રૂપિયા ભેગા કરી શકે તેમ છે, આજે નવી પેઢીનો એક શબ્દ તમે અમારા માટે શું કર્યું? અને જેણે કયુ,ર્ં તેને સાંભળવા એવું મળે છે કે તમારી ફરજ હતી? ત્યારે આજની પેઢી પોતાના સંતાનોને માયકાંગલા બનાવી દીધા છે, રેતી એટલે ડર્ટી? છાણ એટલે ગંદુ?, આ બધામાં રમે તો બાળક બીમાર પડી જાય ભાઈ આ બધામાં રમીને બાળક એન્ટિવાયરસ બને બાકી આજ ચીજ વસ્તુઓમાં નહીં રમવા દેનારા અને ભૌતિક સુખોમાં રાખતા આજના બાળકો એક કિલોમીટર ચાલી શકતા નથી દોડી શકતા નથી શ્રમ કરી શકતા નથી બાકી આ લોકો એન્ટિવાયરસ નહીં વાયરસ છે પડી જાય તો મોટા દવાખાનામાં દોડે આપણે પડતા હતા રોજ તો દવાખાને જતા હતા. ના, માં ફુંુક મારે એટલે રેડી, બાકી આજની માની ફુંક માં પણ ફૂગ વળી ગઈ છે, ઘરડા નું જે મેનેજમેન્ટ હતું તે સાચું બાકી ક્રેડિટ કાર્ડ થી લઈને મોંઘાદાટ ફોનો વાપરીને જે પેટીએમ એટીએમ વાપરે છે, તેમને દહેશત રહે છે, સાયબર ક્રાઇમ પણ અનેક લોકોને ખખરી લીધા છે, સાયબર ક્રાઈમ માં કેટલી રકમમાં લોકો લૂંટાયા તો આંકડો અબજાેનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com