છત્તીસગઢ વિધાનસભાની પ્રેસ ગેલેરી એડવાઈઝરી કમિટીના સભ્યોએ સાયન્સ સિટી અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી

Spread the love

ચાર દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના વિકાસથી કમિટીના સભ્યો પ્રભાવિત

સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી અને રોબોટિક ગેલેરી ઉપરાંત આઇકોનિક અટલબ્રિજ જોઈને કમિટીના સભ્યો થયા અભિભૂત

અમદાવાદ

છત્તીસગઢ વિધાનસભાની પ્રેસ ગેલેરી એડવાઈઝરી કમિટીના સભ્યો ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવ્યા છે ત્યારે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી.સાયન્સ સિટીની મુલાકાત દરમિયાન કમિટીના સભ્યો ખાસ કરીને એક્વેટિક ગેલેરી અને રોબોટિક ગેલેરી જોઈને અભિભૂત થયા હતા.અમદાવાદ શહેરના પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત પણ કમિટીના સભ્યોએ લીધી હતી. આઇકોનિક અટલબ્રિજ જોઈને કમિટીના સભ્યો થયા આનંદિત થઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ વિધાનસભાની પ્રેસ ગેલેરી એડવાઈઝરી કમિટીના ચેરમેન શ્રી બાબુલાલ શર્માની આગેવાનીમાં કમિટીના સભ્યો તા.૬ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે.આ પ્રવાસ દરમિયાન તેમણે ગુજરાત વિધાનસભાની કામગીરીનો અભ્યાસ પણ કર્યો હતો તથા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી. ચાર દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના વિકાસથી પ્રભાવિત થયા હતા.આ અભ્યાસ પ્રવાસમાં છત્તીસગઢ વિધાનસભાની પ્રેસ ગેલેરી એડવાઈઝરી કમિટીના સભ્યો, સિનિયર ઇન્ફર્મેશન ઓફિસર, ઉપસચિવ, સિનિયર રિપોર્ટર, વિવિધ ચેનલોના બ્યૂરો ચીફ અને રિપોર્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com