અમદાવાદ ટ્રાફીક પોલીસના નામે હજારો વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે ઇ-મેમા ફાઇનના નાણા પડાવી છેતરપીંડી કરનાર ગેંગના એક ઇસમને ઝારખંડ રાંચી ખાતેથી પકડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી સુંઘાશુ ઉર્ફે ચીકુ

અમદાવાદ

સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવેલ છે. જે સી.સી.ટી.વી.કેમેરા દ્વારા જે વાહન ચાલકો ટ્રાફીક નિયમનો ભંગ કરતા હોય. તેવા વાહનોના ફોટા કેપ્ચર કરી તે ફોટાઓને એન.આઇ.સી. ( National Informatics Centre ) ને મોકલવામાં આવે છે. ત્યારબાદ તે ફોટોને એન.આઇ.સી. દ્વારા જરૂરી વિગતો પૂરી પાડી ONE NATION ONE CHALLAN એપ્લીકેશન દ્વારા ટ્રાફીક નિયમનો ભંગ કરેલ વાહન ચાલકોને તેઓના રજીસ્ટર નંબર પર httpsechallan.Parivahan.gov.in લીંક મારફતે ઇ ચલણનો ટેકસ મેસેજ મોકલી આપવામાં આવે છે. જે લીંક ઓપન કરીને તેનું ઇ ચલણ વેરીફાઇ કરી લીંકમાં જણાવેલ QR CODE પર ઇ ચલણની ભરપાઇ કરવા માટે વાહન ચાલક તેના રજીસ્ટર મોબાઇલ નંબર નાખતાં. જેમાં ઓ.ટી.પી. આવે છે. ત્યારબાદ ઓ.ટી.પી, સબમીટ કરી, લીંકથી ઇ-ચલણનું પેમેન્ટ કરી, શકે તે માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

તાજેતરમાં અમદાવાદ પોલીસ ટ્રાફીક પોલીસના નામે ઓનલાઇન છેતરપીંડી કરતી ગેંગની નવી M.O. સામે આવેલ. જેમાં કેટલાક લે ભાગુ તત્વો દ્વારા મો.નં.૯૭૪૨૧૫૩૮૯૦ પરથી ગુજરાત પોલીસનો લોગો લગાવી અમદાવાદ ટ્રાફીક પોલીસ ડીપાર્ટમેન્ટમાંથી બોલુ છું તેમ કહીને વાહન ચાલકોને ટ્રાફીક ભંગના મેમા તાત્કાલીક ભરવા માટે ગુજરાત સરકારને મળતી ભળતી httpsechallan.Parivahan.in . લીંક મોકલવામાં આવતી. તેના પર મેમા ભરવા માટે અને નહીં ભરો તો પોલીસ – તમારી અટકાયત કરવા માટે ઘરે આવશે અને કોર્ટમાં પેનલ્ટી સાથે દંડ ભરવો પડશે. તેવી ગર્ભીત ધમકીઓ આપી વાહન ચાલકો પાસેથી નેટબેંકીંગની માહીતી મેળવી વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે નાણા પડાવી છેતરપીંડી આચરવામાં આવી રહેલ હોવાનુ ધ્યાને આવેલ. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૭૨૩૦૧૦૭/૨૦૨૩ ઇપીકો કલમ ૪૨૦ તથા આઇ.ટી.એકટ કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા આ બાબતની ગંભીરતાથી નોંધ લઇ આ ગેંગનો પર્દાફાશ કરવા સૂચના કરવામાં આવતાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર  એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ. કે.કે.ચૌહાણ તથા ટેકનીકલ પો.સ.ઇ  એ.એચ.સીયા, હે.કો.કૌશીક ગોવિંદભાઇ, પો.કો.રમેશકુમાર હીરદેરામ અને ટેકનીકલ સેલના પો.કો.પ્રદીપભાઇ પરશુરામને મો.નં.૯૭૪૨૧૫૩૮૯૦ ની જરૂરી માહીતી આધારે ઝારખંડ ખાતે મોકલવામાં આવેલ. રાંચીથી એક વ્યક્તિ નામે સુંઘાશુ ઉર્ફે ચીકુ સ/ઓ દુલાલ બદ્રીનારાયણ મિશ્રા ઉ.વ.૨૫ રહે: કુર્મી ડી પથાર ગ્રામ:પથાર પોલીસ સ્ટેશન: મધુપુર પોસ્ટ: બાગઝોરા જી.દેવઘર મધુપુર ઝારખંડને લઇ પૂછપરછ માટે અત્રે લાવવામાં આવ્યો હતો.

આરોપી અગાઉ સ્ટોક માર્કેટીંગનું કામ કરતો હતો. લોકડાઉન બાદ તે કોલકતા ખાતે ગયેલ. ત્યાં તેની ઓળખાણ રાજેશ રહે. શાહપુરજી પોલંજી એકસન એરીયા- ૦૩ ન્યુ ટાઉન કોલકતાની સાથે થયેલ. રાજેશ અમદાવાદ ટ્રાફીક પોલીસના ઇ-મેમોના ફાઇનનુ ગેરકાયદેસર કામ કરતો હોવાનું જણાવેલ. રાજેશે તેને આ કામ કરવા માટેની ટ્રીક બતાવેલ. તેની સાથે પંદરેક દીવસ કામ કરેલ અને પછી ઝારખંડ ધનબાદ ખાતે આવેલ અને રાજેશ પાસેથી શીખેલ કામ કરવા માટે તેના મિત્ર સપ્તમકુમાર નંદન રહે, ગામ: કોરો તા.કોરો. જી.દેવઘર ઝારખંડને તેની પાસે બોલાવેલ. તેઓ બંનેએ મળી જાન્યુઆરી- ૨૦૨૩ થી ઓગષ્ટ-૨૦૨૩ સુધીમાં ઘણા બધા વાહન ચાલકો પાસેથી અમદાવાદ ટ્રાફીક પોલીસના કલેકશન ડીપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું જણાવી જુદા જુદા વાહનો ચાલકો પાસેથી ગેરકાયેદસર રીતે ઇ-મેમાના ફાઇન વસુલ કરેલ હોવાનું. આ પેટે લાખો રૂપિયા મેળવેલ હોવાનું જણાવેલ છે.

ગુનો કરવાની એમ.ઓ

સૌ પ્રથમ ગુગલમાં ahmedabad traffic fine સર્ચ કરતો. ત્યારબાદ Ahmedabad City Police viel aui Welcome to Ahmedabad Traffic Police, Challan payment system નામનુ પોર્ટલ ખુલતુ તેમાં અમદાવાદ પાસીંગના વાહનના ગમે તે નંબર રેન્ડમલી નાખી બાદ કેપ્ચા કોડ નાખી ઓપન કરતો, જેમાં ફાઇન ની વિગત બતાવવામાં આવે તે વાહનનો નંબર નોટ કરી લેતો. તે પછી ગૂગલમાં royal sundaram renewal નામના વેબ પેજ ખોલી તેમાં Buy Renew Car Insurance Online નામનું પેજ ખોલી તેમાં જે વાહનોના ઇ-મેમાના ફાઇન શોધેલ હોય તે વાહનના નંબર નાખતો અને તેમાંથી વાહનનો ચેસીસ નંબર મેળવતો અને પછી m parivahan app માં જે તે વાહનનો નંબર અને ચેસીસ નંબરના છેલ્લા ૫ આંકડા નાખી કન્ટીન્યુ રાખી, તેમાંથી વાહન ચાલકનો મોબાઇલ નંબર મેળવતો હતો. તે મોબાઇલ નંબર નોટ કરી લેતો. ત્યારબાદ Ahmedabad Traffic Police, Challan payment system નામનુ વેબ પેજ ખોલી જે વાહનના ઇમેમાના ફાઇનની વિગત મેળવેલ હોય. તે વાહન ચાલકના મોબાઇલ નંબર પર કોલ કરતો અને તેમને પોતે અમદાવાદ ટ્રાફીક પોલીસના કલેકશન ડીપાર્ટમેન્ટમાંથી બોલુ છુ. તમારા વાહન પર ૧૦૦,૫૦૦,૧૦૦૦ ઇ-મેમા ફાઇન બતાવે છે. તેમ કહી ફાઇન ભરવા માટે જણાવતો.ફાઇન નહીં ભરો તો તમને નોટીસ આપવામાં આવશે અને તમારે કોર્ટમાં જઇ દંડ ભરવો પડશે. જેથી જે વાહન ચાલક ફાઇન ભરવા તૈયાર થાય તેને હું તેને તેના વાહન નંબરના મેમાનો સ્ક્રીન શોટ અને QR કોડ અગરતો httpsechallan.Parivahan.in લીંક મોકલતો.અને જે તે વાહન ચાલક મેમો ભર્યા અંગેના સ્ક્રીનશોટ મારા મોબાઇલ નંબર પર મોકલતો હતો. જેથી તે વાહન ચાલકને હું ફોન કરી ૭૨ કલાકમાં તમારો ફાઇન કલીયર થઇ જશે તેમ જણાવતો અને જે વાહન ચાલક આવા ઓનલાઇન ફ્રોડ થાય છે તેમ જણાવી મેમો ભરવાની ના પાડે તો તેને ગુગલ પર નજીકના ટ્રાફીક પોલીસ બાબતે સર્ચ કરી ત્યાં મેમો ભરી દેવા જણાવતો હતો.જે વાહન ચાલકોને પોતે અને સપ્તમ ફોન કરતા તેના સીમકાર્ડ, UPI આઇડી, httpsechallan.Parivahan.in લીંક મોકલતા તે સીમકાર્ડ,UPI આઇડી અને httpsechallan. Privahan.in લીંક પલ્ટન દાસ રહે,દેવઘર ઝારખંડનો આપતો હતો અને તેના પૈસા પણ પલ્ટન દાસ પાસે જતા હતા અને પલ્ટન દાસ ૨૦ ટકા પૈસા કાપી બાકીના નાણા તેઓને આપતો હતો તેમજ જે મોબાઇલ નંબરથી ફોન કરતા તે મોબાઇલ નંબરના સીમકાર્ડ થોડા થોડા દીવસે તોડી નવા મોબાઇલ નંબરનો ઉપયોગ કરતા અને તે નંબરોમાં ગુજરાત પોલીસનો લોગો પણ સેટ કરતા હોવાનુ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com