ચિપ ઉત્પાદક કંપની Nvidiaના સીઈઓ જેનસેન હૂંગે ભારતમા રહેલી તકોને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈ તેઓ ભારત માટે ખૂબ મજબૂત વ્યૂહ રજૂ કરી રહ્યાં છે.
તેમના મતે આગામી સમયગાળામાં AI ભારતની સૌથી મોટી નિકાસ બની શકે છે. ભારતમાંથી સૌથી વધુ નિકાસ થતી પ્રોડક્ટ્સ AI હોવાની શક્યતાં છે એમ તેઓ જણાવે છે.
હૂંગના માનવા મુજબ ભારત માટે વર્તમાન સમય ગોલ્ડન ટાઈમ છે. ભારત હંમેશા ઊંચી ઊર્જા ધરાવતો રહ્યો છે. અગાઉ ઈતિહાસમાં ક્યારેય નથી જોવા મળ્યું તે રીતે હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતમાં રોકાણ માટેની ઈચ્છાશક્તિ જોવા મળી રહી છે. આ પાછળના કારણ તરીકે તેઓ કમ્પ્યૂટર સાયન્સને ભારતનો નેચરલ રિસોર્સ ગણાવે છે. હૂંગના મતે નંદન નિલેકણીએ એ આ માટે મોટી ભૂમિકા ભજવી છે. આ તમારા કુદરતી સ્ત્રોતોમાંનો એક છે. તમે તેનું અસાધારણ સ્કેલ પર ઉત્પાદન ધરાવો છે અને તમે તેમાં અસાધારણ રીતે કુશળ છો. તેમજ તમે વિશ્વભરમાં તેની નિકાસ કરો છો. તમારે આઈટી નેચરલ રિસોર્સને એઆઈ નેચરલ રિસોર્સમાં ટ્રાન્સફેર્મ કરવાની જરૂર છે તેમ હૂંગે ઉમેર્યું હતું.
તેમના જણાવ્યા મુજબ ભારત પાસે ડેટા છે, કોમ્પ્યૂટર સાયન્સ પણ છે. તેણે માત્ર કેટલીક ફેક્ટરીઝ ખરીદવાની જરૂર છે. આપણે સહુ સાથે મળીને અહીં કેટલીક અદ્ભુત ફેક્ટરીઝની રચના કરીશું. જ્યારપછી ભારતમાં એઆઈ બનાવી શકાશે. વાપરી શકાશે અને નિકાસ કરી શકાશે. બેંગલૂરું ખાતે હૂંગને પૂછવામાં આવેલા સવાલોમાં ભારતીય કોલેજિસમાંથી બહાર પડી રહેલી ટેક્નોલોજી ટેલેન્ટ એક કોમન થીમ હતું. ખાસ કરીને આઈઆઈટીનો ઉલ્લેખ અવારનવાર કરાયો હતો. હૂંગના જણાવ્યા મુજબ ભારત પાસે કોમ્પ્યૂટર સાઈન્ટિસ્ટ્સનો વિશાળ ભંડાર છે. પૃથ્વી પર કોઈપણ દેશ કરતાં તમે સૌથી વધુ કોમ્પ્યૂટર સાઈન્ટિસ્ટ પેદા કરો છો. કોમ્પ્યૂટર સાઈન્ટિસ્ટ્સ પેદા કરવા માટે તમારુ ઈન્ફ્રાક્ટ્રક્ચર એ વાસ્તવિક ઈન્ટેલિજન્સ છે. એ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઈઆઈટી છે. તમે મોટી સંખ્યામાં વિશ્વ કક્ષાના કોમ્પ્યૂટર સાઈન્ટિસ્ટ્સ પેદા કરી રહ્યાં છો એમ તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ડેટાને ઈન્ટેલિજન્સમાં ટ્રાન્સફેર્મ કરવા માટે નવા પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે અને તે માટે આઉટસોર્સની જરૂર નથી. અહીં જ તેને બનાવી શકાશે, તાલીમ આપી શકાશે અને અહીં એઆઈ બનાવી શકાશે. ભારત પાસે એઆઈ બનાવવા માટે તમામ વસ્તુઓ છે. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે.
ઘણા ભારતીય સ્ટાર્ટઅપ્સ તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે તેમની કંપની બનાવવા અન્યત્ર જાય છે. ભવિષ્યમાં મને આશા છે કે ભારતમાં જ સુપરકોમ્પ્યુટર્સ હશે. આપણા એન્જિનીયર્સ સુપરકોમ્પ્યુટર્સનો ઉપયોગ કરતાં હશે.