મેઘાણીનગર અસારવા ખાતે આવેલ રત્નાસાગર ચાર રસ્તા પાસે રામેશ્વર રોડ ઉપર મોટો જબરજસ્ત ભૂવો પડતા વાહન વ્યવહાર ખોટવાઈ ગયો અને રાહદારીઓ તેમજ જનતાને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ગઈકાલે રાત્રે જાહેર રોડ ઉપર મોટો જબરજસ્ત ભૂવો પડતા આવ વિસ્તારમાં ભારે હાલાકી સર્જાઈ છે આ અંગે પ્રવીણસિંહ આર દરબાર જણાવે છે કે તાજેતરમાં નવો જ રોડ બનાવ્યો છે છતાં પણ મોટો જબરજસ્ત ખાડો પડતા રોડ બિલકુલ તૂટી ગયો અને મોટો ભૂવો પડી ગયેલ છે માટે તાકીદે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ ભુવાનું સમારકામ કરી અને રોડ ઝડપી ચાલુ થઈ જાય એવું આમ જનતા અને વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે હાલમાં આ સ્થળે બેરી ટેક મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે રસ્તો વન વે કરી દેવામાં આવ્યો છે જેથી વેપારીઓને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.