ગુજરાતનું કહેવાતું પાટનગર જેટલો વિકાસ પામ્યો છે, તેના કરતાં હવે જંગલ ખાતા ની અનેક જગ્યાઓમાં ઝૂંપડપટ્ટી વધી ગઈ છે ત્યારે ઘ-૪ પાછળ એવા પાટનગર યોજના ભવન કચેરીની બાજુમાં આખું જંગલ ખાતાની જગ્યામાં મીની ધારાવી અને છારાનગર બની રહ્યું છે, ચોરી લૂંટનો સામાન પણ અહીંથી પકડાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે સવારે રેકી અને રાત્રે ચોરી ત્યારે શહેરમાં કેમેરા લગાવ્યા બાદ ચોરોને ચોરી કરવાની મોડસઓપરેન્ડી બદલી છે, ત્યારે હવે GJ-18 ના તાલુકાઓમાં જે મંદિરો છે, ત્યારે રેકી કરીને ચોરીઓ થઈ હોવાનું પણ સામે આવ્યું છે હવે શહેરના બસ સ્ટેન્ડો પણ સલામત રહ્યા નથી.
શહેરના બસ સ્ટેન્ડો જે બનાવ્યા તે વરસાદ તડકોઠંડી મુસાફરોને ઝીલવા માટે બનાવ્યા છે ત્યારે હવે મુસાફરને બસ સ્ટેન્ડમાં બેસવું ક્યાં?? ઉભું રહેવું ક્યાં?? રોજની વોકિંગ લોકો બંધ કરી દે તેવી હાલત થઈ ગઈ છે ત્યારે ઠીક છે કે વરસાદ જેવી ઋતુમાં આશરો લે પણ કાયમી આશરો અને પછી કબજાે જમાવી દે ત્યારે શું કરવું હવે આવનારા દિવસોમાં સચિવાલય પણ સલામત રહેશે કે કેમ?? કારણ કે સચિવાલયની ચારે બાજુ દબાણ કરતા હો એવા વેપારીઓ વાહનો લઈને ધંધો કરવા આવી જાય છે ત્યારે સચિવાલયની સલામતી પણ જાેખમાઈ છે ત્યારે ગરીબોને આવાસો બનાવ્યા બાદ ભાડે આપીને પાછા શહેરમાં રહેવા આવી જાય તો હવે કરવું શું??