1 થી 30 ફેક્ટરી એવા ઓલ્ડ Gj- 18 ખાતે કામોના વાતોના વડા, ફેન્સીંગ પેપર બ્લોક ના કામોમાં ઢગાનો ઢ જેવો ઘાટ
ગાંધીનગર
૩૦ સેકટરમાં વહેંચાયેલા પાટનગરના દરેક સેક્ટરમાં પાકા આંતરિક રસ્તા, બગીચા, રંગમંચ સહિતની સુવિધા ઊભી કરાયેલી છે. ગાંધીનગર મ્યુનિ.ના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પણ પાટનગરના જૂના સેકટરો સમક્ષ સુવિધા વિકસાવવા આયોજન હાથ ધરાયું છે. પાટનગરને શોભે તેવા બગીચા, હરિયાળી અને અદ્યતન માળખાકીય સુવિધાઓ ઊભા કરવા માટે રૂ.૮૦૦ કરોડના ખર્ચે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરી સુવિધાઓમાં વધારાની સાથે હરિયાળા નગરની ઓળખ જાળવી રાખવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા અર્બન પ્લાનિંગ એજન્સીની મદદ લેવામાં આવશે. નવા ગાંધીનગરને નવા સમયને અનુરૂપ વિક્સાવવા માટે એજન્સીને રૂ. ૧૦ કરોડ ચૂકવવામાં આવશે. ગાંધીનગર મ્યુનિ. દ્વારા આગામી આયોજનોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેને ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ સમક્ષ મંજૂરી માટે મોકલી આપવામાં આવશે, સૈદ્ધાંતિક મંજૂરી બાદ તબક્કાવાર કામગીરી હાથ ધરાશે. સોમવારે યોજાયેલી ગાંધીનગર મ્યુનિ.ની સ્થાયી સમિતીની બેઠકમાં ૨૪ મહત્ત્વના વિષયો અંગે ર્નિણય લેવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં ભાટ-કોટેશ્વરથી લઈ પેથાપુર સુધીના નવા વિસ્તારોમાં ૬ બગીચા, ૪ તળાવ અને ૪ નવી શાળાનું નિર્માણ કરવાનો ર્નિણય લેવાયો હતો. પેથાપુર અને રાંધેજા ખાતે નવા સરોવરના નિર્માણમાં એજન્સીએ સમયસર કામ પૂરું કર્યું નથી. આ એજન્સી પાસેથી દંડ વસૂલવાના બદલે તેની મુદત વધારી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વિલંબ કરનારી અન્ય અજન્સીઓની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મ્યુનિ. દ્વારા સગર્ભા મહિલાઓના થેલેસેમીયાની તપાસ માટે રેડક્રોસ સોસાયટીને રૂ.૩૦ લાખ આપવા બજેટમાં જાેગવાઈ થઈ હતી. આ જાેગવાઈને વધારીને રૂ.૬૦ લાખ કરવા તજવીજ હાથ ધરાઈ છે. ગાંધીનગર મ્યુનિ. પાસે અર્બન હેલ્થ સેન્ટર સહિત આરોગ્ય શાખાનો તાલીમબદ્ધ સ્ટાફ હોવા છતાં સ્વૈચ્છિક સંસ્થા પાસે આ કામગીરી કરાવવાની તજવીજથી આશ્ચર્ય ફેલાયું છે. મ્યુનિ. પદાધિકારીઓ અને કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશીની ખૂબ માગ હોવાથી વધારાની ૨૫ હજાર ખુરશી ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
Box
વિકાસ માટે કોલવડા બાકી કેમ? કોલવડા નું તળાવનું ડેવલપમેન્ટ જશુ જોરદાર ક્યારે કરશો ? બધું ન્યુ Gj- 18 ખાતે તાણી ગયા તો થોડુંક અહીંયા પણ પાયલી વાપરો, પેથાપુર ,રાંધેજા, વાવોલ, ન્યુ ખાતે ધગધગતો વિકાસ બાદ ભાગ્યું તો એ ભરૂચ એવું હવે કોલવડા ની જગ્યાઓના ભાવ ઉચકાવવા હોય તો તળાવ, રોડ, રસ્તા અને નવી ટીપી ઝડપથી પૂર્ણ થાય તો કોલવડા દોડશે, અહીં નજર દોડાવો