રાજ્યના શહેરી વિસ્તારોનો ૩૬૦ ડિગ્રી વિકાસની વ્યવસ્થા હાથ ધરાઇ : કડી તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી શાખા,વિશાખા અને પ્ર-શાખાના કાર્યો પૂર્ણ : ગ્રામીણ વિસ્તારમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમના માધ્યમથી વિવિધ સરકારી સેવાઓના લાભ નાગરિકોના ઘર સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ- મંત્રી ઋષિકેશ પટેલ

Spread the love

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ તથા તમામ નગરપાલિકાઓમાં અત્યાર સુધી ₹.૪૪,૭૮૫ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરાઇ

ભારત સરકારની અમૃત, સ્માર્ટ સીટી અને નાણાપંચ યોજના અંતર્ગત ₹.૧૮,૩૯૫ કરોડની સહાય આપવામાં આવી

સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત. આંતરમાળખાકીય સુવિધાઓ માટે બે વર્ષમાં રૂ.૧,૧૨૫.૬૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી

સુરતમાં મંજૂર થયેલ ૨૦૮ વિકાસના કામોમાંથી ૧૩૪ કામો સફળતાપૂર્વક પૂર્ણ થયા અન્ય પ્રગતિ હેઠળ

ગાંધીનગર

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી  ઋષિકેશ પટેલે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પુછાયેલ પ્રશ્નમાં જણાવ્યું છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ તથા તમામ નગરપાલિકાઓમાં અત્યાર સુધી ₹.૪૪,૭૮૫ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે.તદઉપરાંત ભારત સરકારની અમૃત યોજના, સ્માર્ટ સીટી યોજના અને નાણાપંચ યોજના અંતર્ગત ₹.૧૮,૩૯૫ કરોડની સહાય આપવામાં આવી છે.સુરત મહાનગરપાલિકાની આંતરમાળખાકીય સુવિધાઓના સંદર્ભમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, ૩૧ માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ બે વર્ષમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતર માળખાકીય સુવિધાના ઘટક હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂ.૫૪૫.૭૭ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં રૂ.૫૭૯.૮૯ કરોડ આમ કુલ રૂ.૧,૧૨૫.૬૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.જેના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં કુલ ૧૧૨ કામો તથા વર્ષ ૨૦૨૨-૨૩ માં ૯૬ કામો મળી કુલ ૨૦૮ કામો મંજૂર કરવામાં આવ્યા છે.જેમાથી ૧૩૪ વિકાસલક્ષી કામો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને અન્ય કામ પ્રગતિમાં હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજયની સ્થાનિક સંસ્થાઓ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા.૧૮/૭/૨૦૧૩ના ઠરાવની જોગવાઇ હેઠળ ચાર ઘટક હેઠળ કામો લઇ શકાય છે તેની વિસ્તૃત માહિતી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગૃહ સમક્ષ રજૂ કરી હતી.

ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ

રસ્તા અને ટ્રાફીક સર્કલના, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો, જળસંચયના કામો તથા તળાવ બ્યુટીફીકેશનના કામો, સ્લમ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો, ઇ–ગવર્નન્સ, શોપીંગ કોમ્પલેક્ષ, જાહેર ઉદ્યાનોનું નિર્માણ અને જાળવણી, સામાજીક વનીકરણ વિગેરે, સ્મશાન ગૃહોના બાંધકામ, અગ્નિશમન ઉપકરણો તથા ફાયર સ્ટેશનના કામો

સામાજીક આંતરમાળખાકીય સુવિધાઓ અંતર્ગત

શાળાઓના મકાન (પ્રાથમિક શિક્ષણ), અર્બન હેલ્થ સેન્ટર, હોસ્પિટલ અને આંગણવાડી (નંદધર), લાયબ્રેરી, સ્પોર્ટ કોમ્પલેક્ષ (સુવિધાઓ સહિત), સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ / લીકવીડવેસ્ટ મેનેમેન્ટ, વેન્ડર માર્કેટ / હોકર્સ ઝોન પાર્કિંગ સુવિધા સહિત, અદ્યતન પ્રકારના આધુનિક સુવિધા ધરાવતાં જાહેર પે એન્ડ યુઝ શૌચાલયોના કામો

અર્બન મોબીલીટી – શહેરી પરિવહન અંતર્ગત

શહેરી બસ સેવા અને ટ્રાફિક વ્યવસ્થા, રેલ્વે ઓવરબ્રીજ અને રેલ્વે અન્ડરબ્રીજ, રીંગ રોડ / રેડિયલ રોડ / ફલાય ઓવર બ્રીજ, અન્ડરપાસના કામ

શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો

હેરીટેજ અને પ્રવાસન, પ્રદર્શન હોલ, પંચશકિત થીમ આધારિત ટ્રાફીક સર્કલ આઇલેન્ડઝ, વોટર બોડી લેન્ડ સ્કેપીંગ રીવરફ્રન્ટ, પાર્ક, ગાર્ડન અને એમ્યુઝમેન્ટ પાર્ક, સ્વીમીંગ પુલ, યોગા કેન્દ્દો, નોલેજ સેન્ટર્સ, સાયન્સ સેન્ટર, મ્યુઝીયમ, એમ્પી થીયેટર, પ્લેનેટોરીયમ, રાષ્ટ્રીય સ્મારક, આધુનિક ટાઉન હોલ,,પ્રાણી સંગ્રહાલય અને બોટનિકલ ગાર્ડન અને બાલાવાટિકાનો સમાવેશ કરવામાં આવે છે.

ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામીણ વિસ્તારમાં વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓના લાભ નાગરિકોના ઘર સુધી પહોંચાડવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે, તેમ ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી શ્રી વતી જવાબ આપતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.આણંદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં તા. ૩૧ માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ સેવા સેતુ કાર્યક્રમના કુલ આઠ તબક્કામાં આવેલી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ એટલે કે ૯૯.૮૮ ટકા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો છે.મંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાં પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશ પટેલ દ્વારા પુછાયેલા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, માર્ચ ૨૦૨૩માં છેલ્લા એક વર્ષમાં આણંદ જિલ્લામાં સેવા સેતુ અંતર્ગત આઠમા તબક્કામાં ૫૬ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ૫૬ સેવાઓ આવરી લેવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ ગ્રામીણ વિસ્તારમાંથી ૨.૨૮ લાખ અરજીઓ પૈકી તમામ અરજીઓનો એટલે કે, ૧૦૦ ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે તેમ,મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતુ.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કડી તાલુકામાંથી પસાર થતી નર્મદા યોજનાની નહેરોમાંથી શાખા,વિશાખા અને પ્ર-શાખાના કામો સંપૂર્ણ પૂર્ણ થયા હોવાનું જણાવ્યું હતું.

કડી તાલુકામાં નર્મદા યોજનાની નહેરો અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે,આ યોજના અંતર્ગત ખેતરો સુધી પાણી પહોંચાડવાની પ્ર-પ્રશાખાના કાર્યો લોકભાગીદારીથી કરવાના થાય છે.પરિણામે ખેડૂતોની સંપત્તિ સાથે પૂર્ણ કરવામાં આવશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે નર્મદા યોજના થકી મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કુલ ૮૭ ગામોમા ૩૯૦૭૮ હેકટર સિંચાઇ વિસ્તાર વિકસિત કરવામાં આવેલ છે. શાખા,વિશાખા અને પ્ર-શાખાની વિગતો આપતાં જણાવ્યું કે શાખા પ્રકારની ૯૫.૧૪૫ કિ.મી.,વિશાખા પ્રકારની ૧૦૦.૩૫૮ કિ.મી, તેમજ પ્ર-શાખા પ્રકારની ૩૮૨.૮૧ કિ.મી.ની લંબાઇના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. પ્ર-પ્રશાખા પ્રકારની ૯૩૬.૭૯૫ કિ.મી.નું કામ લોકભાગીદારીથી અને ખેડૂતોની સંમતિથી પૂર્ણ કરવાની હોઇ સંમતિ બાદ પૂર્ણ કરાશે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com