ગુજરાતનું કહેવાતું Gj-18 ખાતે વર્ષોથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો રહેલો અને ૫ વિધાનસભામાંથી દર વખતે ત્રણ સીટ કોંગ્રેસને ફાળે હોય, ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂક બાદ તેમણે તથા તેમની ટીમે 30 વર્ષનો ડેટા અને અભ્યાસ કરીને નાના ગામડાઓ, તાલુકાઓ મજબૂત કરીને તમામ કાર્યકરોના સહયોગથી Gj- 18 ની ૫ વિધાનસભા, જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયતમાં કલોલ, માણસા, દહેગામ થી લઈને અનેક જગ્યાએ કેસરિયો લહેરાવવા તનતોડ મહેનત કરી છે.
શિક્ષક પોતે હોવાથી ચિવટભર્યું કામ કરવામાં માહેર છે, સવારે 11:00 વાગે ઓફિસે આવીને તમામ કાર્યકરો, હોદ્દેદારોને સાંભળે અને કોઈ પ્રશ્નો હોય તો નિવેડો, તારીખ પે તારીખ નહી, આજે જ કરવામાં માનનારા છે ,ત્યારે જે પ્રશ્ન હોય તેને અનિલ “નીલ” કરવામાં વધુ ઉત્સુકતા દાખવે છે, ત્યારે વર્ષોથી જે ભાજપનું સપનું હતું, તે પૂર્ણ કરવામાં જિલ્લા ટીમના સુકાની તથા તમામ ટીમના સભ્યોના ખૂબ જ પ્રયત્નથી સફળતા મળી છે ,ત્યારે અનિલને કર દિયા કમાલ
જિલ્લા પંચાયતમાં હવે જે પ્રમુખની નિમણૂક થઈ તે પણ માણસાના છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નું વતન પણ કહેવાય, ત્યારે આવનારા દિવસોમાં હવે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ,ત્યારે અત્યારથી જ કવાયત તે જ કરી દીધી છે ,ત્યારે સૌને સાથે રાખીને ચાલનારા અનિલ પટેલ પોતે આટલા રાજ્યમાં કોઈ વિવાદ પણ કાર્યકરોમાં જોવા મળ્યો નથી અને સુઝબુઝ થી નિર્ણય કરનારા અનિલ પટેલને અનેક કાર્યકરોએ અભિનંદન નો ધોધ વરસાવ્યો છે.
શાળામાં શિક્ષક હોવાથી કોઈપણ કામ ચીવટ ભર્યું કરવામાં મહેર એવા અનિલ પટેલે કોંગ્રેસના ડાંડિયાડુલ, જિલ્લા પંચાયતથી લઈને તાલુકા પંચાયતમાં કરી દીધા, સવારે 11:00 વાગે સેક્ટર 21 ખાતે આવી જાય અને કાર્યકરોથી લઈને તમામને શાંતિથી સાંભળીને દરેક પ્રશ્નનું નિવારણ્, મુદત નહીં, આજે જ કરવાનું જણાવનારા અને ઝડપી નિર્ણયો લેવાથી અનિલ પટેલ અનેક નવા કાર્યકરો ભાજપમાં લાવ્યા છે.