ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક વ્યક્તિને પોતાનાં ઘર નું ઘર હોય તે માટે શહેરથી લઈને ગામડાઓમાં પણ પાકા મકાનો બનાવીને અનેક લોકો જેમનું મકાનનું સપનું હતું, તે પૂર્ણ કર્યું, ત્યારે જે મકાનના ફોર્મ ભરાયા બાદ મકાનની ફાળવણી પત્ર પાઠવ્યા હોય ત્યારે મકાનમાં ગુડા દ્વારા એવી શરત મૂકવામાં આવી હતી કે દસ વર્ષ સુધી મકાન ટ્રાન્સફર થશે નહીં,મકાન વેચી શકાશે નહીં, ત્યારે હવે દસ વર્ષ જેટલો સમય પૂર્ણ થવાને આરે છે, ત્યાં હાલ દસ્તાવેજ જે ઈસમોને મકાન લાગ્યા હતા ,તેમના દસ્તાવેજ કરી આપવામાં આવે છે, ત્યારે હવે પાછો નવું ઞલકું લાવ્યા છે કે દસ્તાવે થયા બાદ દસ વર્ષ ગણવા, ત્યારે એવું તો નથી ને કે બિલ્ડરોના લાભાર્થે આ મુદત ખેંચવાથી મકાનો બિલ્ડરોના વેચાય કારણ કે મકાનો જે રાયસણ, ચિલોડા ,અડાલજ ખાતે 1 BHK બનાવ્યા છે તે મકાનો ની હાલ પણ કફોડી સ્થિતિ થઈ ગઈ છે, મકાનોનું આયુષ્ય પણ પૂર્ણ જેવું અડધું થઈ ગયું છે ,ત્યારે ગુડા પાસે હવે કશું કામ રહ્યું નથી એટલે ભાડે મકાનથી લઈને નિત નવા નિયમો કાઢી રહી છે.
ગુડા દ્વારા કુડાસણ ખાતે જે શરતોએ જગ્યા વાટિકા હોસ્પિટાલિટી સર્વિસિસ ને હંગામી ધોરણે આપવામાં આવી હતી ત્યારે આ કંપનીએ દુકાનોનું બાંધકામ કરીને અલગ અલગ ભાડેથી દુકાનો લોકોને પધરાવીને કરોડો રૂપિયા ની ડિપોઝિટ અને ભાડા પેટે એકઠા કરી લીધા છે, ત્યારે ગુડાએ નોટિસો આપીને ફક્ત અને ફક્ત કાગનો વાઘ હોય તો ઘુરકુરીયા કર્યા, પણ ઘુરકુરીયા હવે શાંત સેટિંગડોટકોમમાં થઈ ગયા છે, ત્યારે ૪ મહિનાથી આપેલી નોટિસ બાદ નીત નવી દુકાનો ખુલી ગઈ ,ત્યારે ગુડાને આ દેખાતું નથી અને જે મકાનો વર્ષો પહેલા લાગેલા હોય અને 10 વર્ષ હવે પૂર્ણ થવામાં છે, ત્યારે નવા કાયદા લાવીને રહીશો થી લઈને અનેક લોકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે જે મકાનો જ્યારથી પઝેશન આપ્યું, ત્યારથી દસ વર્ષ હતા અને હવે દસ્તાવેજ કરાવ્યા બાદનું નવું ગરકુ લાવ્યા કે દસ્તાવેજ કર્યા પછીના દસ વર્ષ ગણવા ,આવું કેવું? ત્યારે ગુડાની ગોબાચારી તો બધાને ખબર છે ત્યાં પાછું નવું લઠ્ઠું લાવતા હવે આ ગુડાની કચેરી બંધ કરવાની જરૂર છે તેવું લોકો કહી રહ્યા છે, ગુડા પાસે કામ નથી અને જ્યાં કાયદાનો નિયમોનો છડેચોક ભંગ થઈ રહ્યો છે ,ત્યાં ગુડાની પીપૂડી વાગતી નથી, એટલે હવે ગુડા કમાવવા નવી તરકીબ લાવ્યું છે ત્યારે દસ્તાવેજમાં ગફલા બહાર આવ્યા છે ,અગાઉ દસ્તાવેજ કરવામાં આવ્યો ત્યારે 34,300 રૂપિયા નો સ્ટેમ્પ હતો અને ઘણા લોકોએ 34,300 ના સ્ટેમ્પ ઉપર દસ્તાવેજ કરાવ્યો છે ,તો તેમના નાણા નું શું ? ત્યાર પછી ફક્ત 300 રૂપિયા નો સ્ટેમ્પ ઉપર દસ્તાવેજ કરવા માંડ્યા, આવું કેવું ?એટલે નવું રજા આવે એટલે નવા કાયદા જેવો ઘાટ ગુડા નો છે, અગાઉ જે લોકોએ 34,300 ની રકમ માં દસ્તાવેજ કર્યો ,તે દસ્તાવેજની રકમ પરત મળશે કે કેમ? અને હવે 300 રૂપિયામાં સ્ટેમ્પ લેવાય છે, આવું કેવું? ગુડાના જે મકાનો લાગ્યા છે, તેમના માટે રોજબરોજ નવા નિયમો ઊભા કરી રહી છે ,ત્યારે આ બધું કોના લાભાર્થે
ગુડા દ્વારા અગાઉ મકાન પઝેશન આપેલ તેમાં મકાનનું પઝેશનથી દસ વર્ષ ગણાય, હવે પાછું નવું ધતિંગ આવ્યું કે દસ્તાવેજ પછીના 10 વર્ષ
ગુડા દ્વારા ગોબાચારી પણ બહાર આવી – ગુડામાં અગાઉ 6 લાખની કિંમતના જે મકાનો રાયસણ, કુડાસણ અડાલજ ખાતે હતા, તે મકાનોમાં પહેલા 34,300 ની રકમનો સ્ટેમ્પ લીધો હતો અને હવે 300 રૂપિયા, ત્યારે સરકારે કદાચ રાહત આપી હોય તો 34,300 વાળા નું શું ?તેને રિફંડ મળશે?
બિલ્ડરોના લાભાર્થે મકાનો ની સમય મર્યાદા 10 વર્ષની હતી, ત્યારે તે પઝેશન આપે ત્યારથી ગણાતી, હવે દસ્તાવેજ બાદનું નાટક, જેથી કોઈ મકાન ખરીદે નહીં ,ભાડુઆત આવે નહીં અને બિલ્ડરોના મકાનો વેચાય, આ રણનીતિ ગુડાની ?
1BHK બનાવ્યા બાદ 2BHK મકાન બનાવ્યા ,હવે 2BHK બંધ કેમ? બિલ્ડરોના લાભાર્થે? આજે સૌથી વધુ જરૂરિયાત 2 BHK અને 3 BHK છે, મધ્યમ વર્ગ જાય ક્યાં? 1 BHK માં પરિવાર નાનો હતો ,ત્યારે સમાતો હતો, હવે વેચ્યા વગર છૂટકો નથી, ત્યારે ગુડાની નીતિ મધ્યમ વર્ગ કે રહીશો માટેની નહીં પણ બિલ્ડરોના લાભાલાભ ની છે.