*તા. ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩થી તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા શિબિર પર હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે*
*રાષ્ટ્રીય કક્ષાએ સફાઈ સ્પર્ધા યોજાશે*
*ભારત સ્વચ્છતા લીગ અંતર્ગત રાજ્યના મહત્વના સ્થળોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓ દેખીતી રીતે (Visible Cleanliness) થાય તેવું આયોજન કરાશે*
*સફાઇમિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે: સફાઈકર્મીઓને પીપીઈ કીટ અને સુરક્ષા સાધનો અપાશે*
*શ્રેષ્ઠ તાલુકાઓ તેમજ જિલ્લા દીઠ શ્રેષ્ઠ 3 ગ્રામ પંચાયતો અને રાજ્ય કક્ષાએથી ૩ જિલ્લાઓનું સફાઈની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાશે*
*સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓને આહ્વાન*
…………………….
મહાત્મા ગાંધી જન્મજ્યંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં તા. ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓકટોબર-૨૦૨૩ દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ યોજાશે. આ વર્ષે ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ થીમ ઉપર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરાશે. અભિયાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓને પણ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં જોડવાનું આયોજન કરાયું છે.
અગાઉના વર્ષોની જેમ આ વર્ષે સ્વચ્છતાની પ્રવૃત્તિઓનો હેતુ સ્વૈછિક શ્રમદાન છે. જેમાં રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, દરિયાકિનારાના પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, ઐતિહાસિક સ્મારકો, નદીકિનારા તથા તેમના ઘાટ અને નાળાઓ જેવા જાહેર સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ કરાશે. સફાઇમિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત તા. ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૩થી તમામ સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે તેમજ સફાઈકર્મીઓને પીપીઈ કીટ અને સુરક્ષા સાધનો અપાશે. ઉપરાંત સફાઈકર્મીઓને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓની માહિતી અપાશે.
ભારત સ્વચ્છતા લીગ અંતર્ગત રાજ્યના તમામ શહેરી મહત્વના સ્થળો જેવા કે ICONIC ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, જાહેર સ્થળો અને પ્રવાસ સ્થળોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓનું દેખીતી રીતે (Visible Cleanliness) થાય તેવું આયોજન કરાશે. રાષ્ટ્રીય કક્ષાએ સફાઈ સ્પર્ધાનું પણ આયોજન કરાશે.
આ ઉજવણી દરમિયાન તમામ ગામડાઓમાં જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો વગેરે પર સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અંતર્ગત ભીંતચિત્રો દોરાવવા તેમજ તમામ શાળા, કૉલેજોમાં ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ વિષય પર નિબંધ, ચિત્રકામ અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાશે.
તમામ ગામોમાં બ્લેક સ્પોટની સફાઈ, ચાલુ વર્ષના GPDPમાં સ્વચ્છતા સંબંધિત અસ્કયામતો જેમ કે શોક પીટ, કંપોસ્ટ પીટ, સેગ્રીગેશન શેડ, DeWATS વગેરેની જાળવણી અને મરામત કરાશે. વ્યક્તિગત સોકપીટ અને કંપોસ્ટ પીટ બનાવવા, સૂકા ભીના કચરા અને ઘન પ્રવાહી કચરા વ્યવસ્થાપન, તમામ અમૃત સરોવરો અને ગામ તળાવોએ વૃક્ષારોપણ કરવું અને ગામોમાં નાગરીકો સ્વચ્છતા સંકલ્પ લે, સ્વચ્છતા દોડ અને સ્વચ્છતા રેલીમાં સહભાગી થાય તેવું આયોજન કરાયું છે. ગામડાઓમાં શૌચાલયના વપરાશને લગતી પ્રચાર-પ્રસારની કામગીરી પણ કરાશે.
ગ્રામસભા યોજી ગામોને ODF Plus Model જાહેર કરવા/FSM /સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં પ્રતિબંધ માટે ઠરાવો કરવા તથા પ્રવાસન સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં પ્રતિબંધ માટે હાથ ધરાયેલ “હરા ગીલા સુખા નીલા” ઝુંબેશ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગ્રામજનો/સફાઈ મિત્રોને પ્રોત્સાહિત કરાશે. તા. ૧૭મી સપ્ટેમ્બર,૨૦૨૩થી તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા શિબિર પર હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે. ગામોમાં જાહેર સ્થળોએ દીવા પ્રગટાવાશે તેમજ રાત્રિ ગરબાનું આયોજન પણ કરાશે.
ક્લસ્ટર કો-ઓર્ડીનેટર મારફત ૫૦% ગામોનું સંપૂર્ણ અને સચોટ એસેસમેન્ટ એપ્લીકેશન દ્વારા કરાશે. જિલ્લા કક્ષાએથી શ્રેષ્ઠ તાલુકા તેમજ જિલ્લા દીઠ શ્રેષ્ઠ 3 ગ્રામ પંચાયતો અને રાજ્ય કક્ષાએથી ૩ જિલ્લાઓનું સફાઈની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાશે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અત્યાર સુધી રાજ્યમાં કુલ ૧૮,૨૮૨ ગામોને ઓ.ડી.એફ.પ્લસ જાહેર કરાયા છે. રાજ્યના ૧૩,૪૬૦ ગામોને ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત આવરી લેવાયા છે. ૧૩,૩૨૫ ગામોમાં ઘરે ઘરેથી કચરાનું એકત્રીકરણ કરવામાં આવે છે. રાજ્યમાં ૬,૦૮૭ જેટલા બાંધકામ કરેલ સેગ્રિગેશન શેડ અને ૨૪,૩૯૧ જેટલા બાંધકામ કરેલા કમ્પોસ્ટ પીટ થકી ઘન કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ૧૪,૧૯૩ ગામોને પ્રવાહી કચરા વ્યવસ્થાપન અંતર્ગત આવરી લેવાયા છે. ૫૧,૧૮૨ સામૂહિક સોક પીટ અને ૭૨ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (DeWATS) થકી પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. ઉપરાંત ૭,૧૮૦ જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. જેમાં ગોબરધનનો ઉપયોગ કરવામાં આવે છે.
આ રાજ્યવ્યાપી અભિયાનમાં પંચાયત વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, રમતગમત અને યુવક સેવા વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, માર્ગ-મકાન વિભાગ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાશે.
રાજ્યની ૮ મહાનગરપાલિકા, ૨૨ “અ” વર્ગની નગરપાલિકા અને ૫ “બ” વર્ગની નગરપાલિકાઓ એમ ૩૫ શહેરોમાં વિશેષ કાર્યક્રમો યોજાશે.
ક્રમ નગરપાલિકા સ્થળ ૧ સ્થળ ૨ સ્થળ ૩
૧ અમરેલી સીનીયર સીટીઝન પાર્ક રાજકમલ ચોક કામનાથ મંદિર પટાંગણ
૨ આણંદ લોટેશ્વર મહાદેવ તળાવ જવાહરલાલ નેહરુ સ્મારક, નેહરુ બાગ વીર સાવરકર સ્મારક, ટાઉન હોલ
૩ પાલનપુર મીઠી વાવ કિર્તી સ્તંભ પાતાલેશ્વર મહાદેવ મંદિર
૪ ડીસા બગીચા સર્કલ, ડીસા ફુવારા સર્કલ, ડીસા નવા બસ સ્ટેન્ડની પાસે, ડીસા
૫ ભરૂચ મટેરિયા તળાવ સિટી સેન્ટર ભરૂચ ફોર્ટ વોલ ફુરજા
૬ બોટાદ મેઘાણી ગાર્ડન વિરાટેશ્વર મંદિર નવહઠ્ઠ હનુમાન મંદિર
૭ કાલોલ કાપલીએશ્વર મહાદેવ મંદિર સિટી મોલ કમ્પાઉન્ડ KIRC કોલેજ કેમ્પસ
૮ વેરાવળ સોમનાથ મંદિર વેરાવળ ચોપાટી ભાલકા તીર્થ , વેરાવળ
૯ નડીઆદ સંતરામ મંદિર – –
૧૦ ગાંધીધામ ગાંધી માર્કેટ – ગાંધીધામ ગાંધી સમાધિ-આદિપુર –
૧૧ ભુજ હમીરસર તળાવ – –
૧૨ મહેસાણા તોરણવાળી બજાર મહેસાણા બી.કે.સિનેમા નજીક મહેસાણા રાધનપુર ક્રોસ રોડ, સ્વામીનારાયણ મંદિર, મહેસાણા
૧૩ નવસારી આશાપુરામાતા મંદિર સ્વામિનારાયણ મંદિર પારસી અગિયારી, તરોતા બજાર
૧૪ ગોધરા વોર્ડ નં.૯ દાહોદ રોડ વોર્ડ નં. ૪ ગાર્ડન રોડ વોર્ડ ૩ ચીત્રા રોડ
૧૫ પાટણ રાણી ની વાવ બગવાડા ચોક જુના ગંજ બજાર
૧૬ પોરબંદર સુદામા ચોક ચોપાટી માણેક ચોક
૧૭ મોરબી નગર દરવાજા – –
૧૮ જેતપુર જિ.કે.સી.કે. બોસામીયા કોલેજ થી સરદાર ચોક સરદાર ગાર્ડન થી રાજ ગાર્ડન નવાઘર આંબેડકર ચોક થી પટેલ ચોક
૧૯ ગોંડલ કલેજ ચોક માંડવી ચોક જેલ ચોક
૨૦ સુરેન્દ્રનગર ટંકી ચોક મેઇન રોડ હવા મહેલ રાણકદેવી મંદિર
૨૧ વાપી ગીતા મંદિર હરી કૃપા સરસ્વતી નગર ખાડાકલા
૨૨ વલસાડ મોઘાભાઇ હોલ રામરોટી ચોક હાલાર લેક