ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
યુનિવર્સિટીઓની આઝાદી સામે ખતરો:ગુજરાત સરકારની ગુલામ બનશે!ગુજરાત સરકાર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નિયમન કરવાને બદલે નિયંત્રણ કરવા માગે છે : શક્તિસિંહ
પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
આ નવુ વિધેયક શિક્ષણને સરકારની દાસી બનાવશે વિશ્વની સૌથી જૂની નાલંદા અને તક્ષશીલા યુનિવર્સિટી ઉપર પણ કોઇ રાજાનો અંકુશ નહોતો. આ કાયદો સરકારના અંકુશને વિસ્તારશે :જે યુનિવર્સિટીમા ઓટોનોમિ છે,સ્વતંત્રતા છે તે ભારતની ટોપ-10 યુનિવર્સિટીમા ગુજરાતની એક પણ નથી ! : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
ગાંધીનગર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પત્ર લખી જણાવ્યું હતું કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને વધુ નુકસાન કરતું ‘કોમન યુનિવર્સિટી એકટ અંગે પુનઃવિચારણા કરવી જોઈએ.સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વ્યાજબી ફીમાં ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા ગુજરાતની એક સમયે ઓળખ હતી. પુરા પગારે શિક્ષકો-લેકચરરો-અધ્યાપકો દ્વારા ઉત્તમ શિક્ષણ નજીવી ફીમાં અપાતું હતું. આજે સરકારી-ગ્રાન્ટ ઈન એઈડ શૈક્ષણિક શાળા-કોલેજોને બંધ કરવા તરફ ભાજપ સરકાર આગળ વધી રહી છે. બીજી બાજુ શિક્ષણના ખાનગીકરણ-વેપારીકરણને વેગ આપી રહી છે, જે સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય છે. અધધ.. ઊંચા ફીના માળખાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ માટે શિક્ષણ મેળવવું દિવસે-દિવસે મોંઘું અને મુશ્કેલ થતું જાય છે અને તેના ભાગરૂપે મોટાભાગની કોંગ્રેસ શાસનમાં સ્થપાયેલ ગ્રાન્ટ-ઈન-એઈડ યુનિવર્સિટીઓમાં એકસુત્રતાના નામે યુનીવર્સિટી કોમન એક્ટ રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે તે ઘણી ગંભીર અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે નુકશાનકારક બાબત છે. રાજ્ય સરકારે જે મુસદ્દો બહાર પાડ્યો છે તે જોતા સ્પષ્ટ થાય છે કે, રાજ્ય સરકાર યુનિવર્સિટીઓની સ્વાયતત્તા દુર કરીને સંપૂર્ણ નિયંત્રણ લાવવાના હેતુથી આ કાયદો બનાવી રહી છે.
યુનિવર્સિટીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક સ્વાયત્તતા (Academic Autonomy) અને નાણાંકીય સ્વાયત્તતા (Financial Autonomy) અતિ અગત્યની બાબત છે. જે કોમન યુનિવર્સિટી એક્ટથી ખતમ થઈ જશે. જે રીતે મુસદ્દામાં જોગવાઈ છે તે મુજબ યુનિવર્સિટીની કરોડો રૂપિયાની કિંમતી જમીન/સંપત્તિ સરકાર લાગતા- વળગતાને ભાડે/વેચાણ કે ટ્રાન્સફર કરી શકાય તે ઘણી જ ગંભીર બાબત છે.રાજ્ય સરકારનો મૂળભૂત ઉદ્દેશ યુનિવર્સિટીઓના સત્તા મંડળોને નિયંત્રિત કરવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, ધીમે ધીમે જુદી-જુદી કોલેજોને સંલગ્ન કોલેજો નહીં, પરંતુ સ્ટેન્ડ અલોન કોલેજ તરીકે દરજ્જો આપવાનું નક્કી થયું છે ત્યારે હાલમાં સત્તા મંડળનું જે માળખું છે તેની મદદથી જ આ શક્ય બનશે.ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં જુદી-જુદી યુનિવર્સિટીઓમાં સત્તા મંડળોની પુનઃરચનાને ધ્યાને લઈ નવો કાયદો લાવવા જઈ રહી છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જુદી-જુદી જોગવાઈઓથી વિપરીત છે.નવી વ્યવસ્થામાં જુદા-જુદા ક્ષેત્રોમાંથી પ્રતિનિધિઓ યુનિવર્સિટીના જુદા-જુદા સત્તા મંડળોમાં આવતા હતા તે જોગવાઈઓમાં સુધારો કરીને સત્તા મંડળમાં કુલપતિ જેને ઈચ્છે તેવા લોકોનું પ્રતિનિધિત્વ થતા, યુનિવર્સિટીના સત્તા મંડળોમાં સ્વતંત્ર વિચાર ધરાવતા, પોતાનો વિચાર સ્વતંત્ર રીતે રજૂ કરી શકનારા અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના ભવનના પ્રોફેસરોને બદલે કુલપતિ જે કહે તે વાતમાં હા એ હા કરનારા લોકો સત્તા મંડળના સભ્યો બની જતા, સમગ્ર યુનિવર્સિટીને બાનમાં લઈને, સત્તા ચલાવશે તેવું દેખાઈ રહ્યું છે.ગુજરાતની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વર્ષોથી એક વિશેષ પ્રણાલીથી અલગ-અલગ સમાજના એટલે કે અધ્યાપકો, પ્રોફેસરો, ભવનો પૈકી જુદા-જુદા લોકો સત્તા મંડળના સભ્યો તરીકે ચૂંટાતા હોવાથી આ યુનિવર્સિટીની નામના આજે પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જોવા મળી છે. એ હકીકત છે કે એમ.એસ. યુનિવર્સિટીની અગાઉની નામનામાં ઘણો ઘટાડો થયો છે.
યુનિવર્સિટી રાજ્ય સરકારનું સ્વાયત ચાલતું શિક્ષણનું કેન્દ્ર છે, ત્યારે તેમાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સંચાલકો અને દાતાઓ પોતાનામાંથી પ્રતિનિધિ હોય, ત્યારે સત્તા મંડળોમાં સ્વતંત્ર રીતે મુક્ત મનથી ચર્ચા થાય, વિચારણા થાય, જરૂર પડે સત્તાધીશો સામે પડકાર પણ ઊભો કરી શકાય, તેમની ખોટી નીતિને રાજ્ય સરકાર સુધી પહોંચાડી શકાય. આ બધી જ બાબતો ત્યારે જ શક્ય બને જ્યારે યુનિવર્સિટીઓમાં સ્વતંત્ર રીતે ચૂંટણી દ્વારા લોક પ્રતિનિધિત્વ થતું હોય.જ્યારે સત્તાધીશો લોકશાહી પ્રક્રિયાને બદલે સરમુખ્યતારશાહી લાવવા માગતા હોય ત્યારે કોમન યુનિવર્સિટીએક્ટ જેવો કાયદો લાવવાની જરૂરિયાત ઊભી થાય.રાજ્ય સરકારની કોમન એક્ટ લાવવાની નીતિ કોલેજોના અધ્યાપકોને નુકસાન કરનારી છે.આ નીતિથી કોલેજના અધ્યાપકોની સ્વતંત્રતા, સ્વાયત્તતા, પરીક્ષામાં સહભાગીપણું વગેરે પણ સત્તાના કેન્દ્રમાં માત્ર કુલપતિઓના પ્રતિનિધિઓ હોવાથી દૂર થશે. પરીક્ષાની કામગીરી સિનિયર અને સારા અધ્યાપકોને બદલે કુલપતિના કહ્યાગરા અને કુલપતિની આજુબાજુ ફરતા લોકોના હાથમાં જતી રહેશે. આ કારણે અધ્યાપકોની શૈક્ષણિક કારકિર્દીને પણ નુકસાન જવાની સંભાવના છે.રાજ્ય સરકાર પાછલા દરવાજેથી અધ્યાપકોને એક કોલેજમાંથી બીજી કોલેજમાં લઈ જવા માટે આ નીતિ લઈને આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. નવા આવનાર કાયદાનો આર્થિક દુરુપયોગ થવાની પણ સંભાવના છે. યુનિવર્સિટીઓમાં કરવામાં આવતા ખર્ચ ઉપર દેખરેખ રાખનારા લોકો, એ લોકો જ હશે જેની નિયુક્તિ કુલપતિએ કરી હશે. હાલમાં આ પ્રકારનો કાયદો જે યુનિવર્સિટીઓમાં છે તે યુનિવર્સિટીઓને શું ફાયદો થયો છે તેની વિગત પણ ચકાસવામાં આવે અને ત્યારબાદ આ કાયદા અંગે વિચારવું જોઈએ.આ કાયદામાં સંપૂર્ણ નિયંત્રિત સત્તા મંડળોને બદલે લોક પ્રતિનિધિત્વવાળું સત્તા મંડળ આવે તે અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવી જોઈએ. શિક્ષણના વ્યાપક હિતમાં યુનિવર્સિટી કોમન એક્ટ (સૂચિત) બીલ પરત ખેંચવા વિચારણા કરશો તેવી વિનંતી છે.
પ્રસ્તાવિત કાયદામા સરકારે અબાધિત અધિકાર* પોતાને હસ્તક લેવાની જોગવાઈ સામે મોઢવાડિયાએ કહ્યુ- આ કાયદાથી શિક્ષકો, ફેકલ્ટી વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ જશે. આ કાયદો ગુજરાતને આગળ લઇ જનારૂ નથી પણ પાછળ લઇ જનારૂ છે એથી તેની સાથે સહમત નથી.આ નવુ વિધેયક શિક્ષણને સરકારની દાસી બનાવશે વિશ્વની સૌથી જૂની નાલંદા અને તક્ષશીલા યુનિવર્સિટી ઉપર પણ કોઇ રાજાનો અંકુશ નહોતો. આ કાયદો સરકારના અંકુશને વિસ્તારશે.ગુજરાતમા શિક્ષણનેઆંગળીયાત બનાવાઇ રહ્યુ છે. મહાત્માગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિધાપીઠમા ભૂતકાળમા સરકારે ક્યારેય દખલ કરી નથી.ભૂતકાળમા સ્કોલરશિપ અને ફી માફી લઈને સરકારના નિર્ણય સામે આંદોલન થાય તો સરકાર ક્યારેય એવુ કહેતી નહી કે અમારૂ ખાઇ અમારી સામે આંદોલન કરો છો આ ઓટોનોમિ હતી.જે યુનિવર્સિટીમા ઓટોનોમિ છે,સ્વતંત્રતા છે તે ભારતની ટોપ-10 યુનિવર્સિટીમા ગુજરાતની એક પણ નથી !